82 વર્ષના ઉદ્યોગપતિએ દ.કોરિયાના તેના ગામના દરેક લોકોને 58-58 લાખ દાનમાં આપ્યા

Spread the love

તેમણે ગામના વિદ્યાર્થીઓમાં ઈતિહાસના પુસ્તકો અને ટુલસેટનું વિતરણ પણ કર્યું, એનપ્યોંગ-રી ગામમાં કુલ 280 પરિવારો રહે છે


સુનચિઓન
એક ધનાઢ્ય ઉદ્યોગપતિએ પોતાના પૈતૃક ગામના લોકોને એવું સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક જ ઝટકામાં આખું ગામ સમૃદ્ધ થઈ ગયું હતું. ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ બની ગયો હતો. હવે ગ્રામજનો આ ઉદ્યોગપતિ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે.
પ્રોપર્ટી ડેવલપર બૂયોંગ ગ્રુપના સ્થાપક લી જોંગ ક્યુન દક્ષિણ કોરિયાના રહેવાસી છે. આ 82 વર્ષીય ઉદ્યોગપતિએ સુનચિઓન શહેરના નાના ગામ અનપ્યોંગ-રીના લોકોને લગભગ 58-58 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. તેમણે ગામના વિદ્યાર્થીઓમાં ઈતિહાસના પુસ્તકો અને ટુલસેટનું વિતરણ પણ કર્યું હતું.
મળેલા અહેવાલો મુજબ આ એનપ્યોંગ-રી ગામમાં કુલ 280 પરિવારો રહે છે. બૂયોંગ ગ્રુપના સ્થાપક જોંગે તમામ પરિવારોને 58-58 લાખ રૂપિયા આપ્યા છે. એટલું જ નહીં તેમણે તેમના સ્કૂલ સમયના મિત્રોને લાખો રૂપિયાની ભેટ પણ આપી છે. કુલ મળીને જોંગે 1500 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. લોકો તેમની ઉદારતાના વખાણ કરી રહ્યા છે.
જોંગની કંપની તરફથી જણાવવામાં આવ્યું કે આ પૈસા ગામના લોકોનું આભાર વ્યક્ત કરવા માટે આપવામાં આવ્યા છે. દાનની રકમ જોંગના અંગત ભંડોળમાંથી આપવામાં આવી હતી. એક સમયે જોંગ ખુબ જ ગરીબીમાં રહેતો હતી, ત્યારે ગામના કેટલાક લોકોએ તેને ટેકો આપ્યો હતો. આવી સ્થિતિમાં હવે સક્ષમ બનીને તેમણે આભાર વ્યક્ત કરવા માટે રોકડનું વિતરણ કર્યું છે.
જોંગે 1970ના દાયકામાં રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે તેમની કુલ સંપત્તિ લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા છે. તેઓ દક્ષિણ કોરિયાના ટોપના ધનાઢ્યોમાંના એક છે. એક સામાન્ય પરિવારમાંથી બિઝનેસ ટાયકૂન બનવાની તેમની સ્ટોરી ખૂબ પ્રેરણાદાયી છે. જોંગ ચેરિટી માટે પ્રખ્યાત છે. જો કે તેની કરચોરી અને છેતરપિંડીના કેસમાં પણ ધરપકડ કરવામાં આવી છે.

Total Visiters :116 Total: 1095536

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *