હૈદ્રાબાદમાં એમબીબીએસના છાત્રની હાથની નસ કાપીને આત્મહત્યા

Spread the love

21 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો, આ માટે તે સારવાર પણ લઈ રહ્યો હતો


હૈદ્રાબાદ
તેલંગાણાના હૈદરાબાદમાં હાલના દિવસોમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ ક્રમમાં હવે એમબીબીએસના વિદ્યાર્થીએ બ્લેડ વડે હાથની નસ કાપીને આપઘાત કરી લીધો છે. આપઘાતનો આ મામલો જગતગીરીગુટ્ટા વિસ્તારનો છે. મળેલ માહિતી અનુસાર આ 21 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. આ માટે તે સારવાર પણ લઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીએ ડિપ્રેશન વિરોધી દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું.
મળેલા અહેવાલો અનુસાર મૃતકના પરિજનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ ગઈકાલે ભોજન કર્યું હતું. પછી પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. જે બાદ પરિવારજનો કોઈ કામ માટે ઘરની બહાર ગયા હતા. જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમણે તેમના પુત્રની લાશ લોહીથી લથપથ હાલતમાં પલંગ પર પડેલી મળી હતી. તેની પાસે બ્લેડ પણ હતી. આ બધું જોઈને તેઓ ડરી ગયા હતા. તેઓએ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ અહીં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેઓ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીની તપાસમાં આ આપઘાતનો મામલો જણાઈ રહ્યો છે. હાલ પોલીસની તપાસ ચાલુ છે.
આ અગાઉ નિઝામપેટના બાચુપલ્લીમાં 16 વર્ષની એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિનીનો મૃતદેહ લોહીથી લથપથ જમીન પર પડેલો જોવા મળ્યો હતો, ત્યારબાદ કોલેજ પ્રશાસનને તેની જાણ કરવામાં આવી હતી. કોલેજ પ્રશાસનને માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ વિદ્યાર્થીની કામારેડ્ડી શહેરની રહેવાસી હતી અને બાચુપલ્લીમાં કોલેજની હોસ્ટેલમાં રહેતી હતી.

Total Visiters :118 Total: 1092295

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *