અમેરિકામાં હિન્દુફોબિયાની ઘટનાઓ વધી હોવાનો સેનેટર્સનો ખુલાસો

Spread the love

ઓહાયોના સેનેટર નીરજ અટાણી અને સીઓએચએનએના સભ્ય અંકુશ ભંડારીએ કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઊઠાવ્યાં


વોશિંગ્ટન
પાકિસ્તાનમાં હિન્દુ ધર્મ પર હુમલાના અહેવાલ અવાર-નવાર સાંભળવા મળે છે. હવે દુનિયાની મહાસત્તાઓમાંથી એક અમેરિકાથી પણ એક એવા જ અહેવાલ સાંભળવા મળ્યાં છે. આ અંગેનો ખુલાસો ત્યાંના જ સેનેટરોએ કર્યો છે. ઓહાયોના સેનેટર નીરજ અટાણી અને સીઓએચએનએના સભ્ય અંકુશ ભંડારીએ કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઊઠાવ્યાં હતા.
અટાણીએ કહ્યું કે અમેરિકામાં હિન્દુ ધર્મ પર હુમલા થઈ રહ્યા છે. જ્યારે અંકુશ ભંડારીએ કહ્યું કે ઉત્તર અમેરિકામાં હિન્દુફોબિયાની ઘટનાઓ વધી છે. આ વર્ષે અમેરિકામાં રહેતા ભારતીયોની સંસ્થા કોલાઈઝન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (સીઓએચએનએ)એ એક નિવેદન જાહેર કરીને હિન્દુઓની સમસ્યા અને ડરનો ખુલાસો કર્યો હતો.
સીઓએચએનએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યુયોર્કમાં હિન્દુઓના મંદિરોને ટારગેટ કરાઈ રહ્યા છે. મંદિરે જતા લોકો સાથે મારપીટ પણ કરવામાં આવી રહી છે. 2020માં પણ એફબીઆઈએ પણ એ વાતને સ્વીકારી હતી કે ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હેટ ક્રાઈમમાં 500 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે જો બાયડેનના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારમાં 100થી વધુ ભારતીય મૂળના લોકો ખૂબ જ શક્તિશાળી પદો પર છે.

Total Visiters :128 Total: 1092806

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *