રોહન બોપન્ના-એબ્ડેન વિમ્બલડન ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં

Spread the love

બોપન્ના-એબ્ડેનની જોડીએ આ શાનદાર મેચમાં નેધરલેંડના ડેવિડ પેલ અને અમેરિકાના રેસી સ્ટેડલરની જોડીને પરાજય આપ્યો


લંડન
ભારતના સ્ટાર ખેલાડી રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જોડીએ ગઈકાલે વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટના પુરુષ ડબલ્સના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બોપન્ના-એબ્ડેનની જોડીએ આ શાનદાર મેચમાં નેધરલેંડના ડેવિડ પેલ અને અમેરિકાના રેસી સ્ટેડલરની જોડીને હરાવ્યા હતા.
બોપન્ના અને એબ્ડેનની છઠ્ઠી ક્રમાંકિત જોડીએ તેમની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પેલ અને સ્ટેડલરની બિનક્રમાંકિત જોડીને 7-5, 4-6, 7-6થી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના અને એબ્ડેનનો મુકાબલો ડચ જોડી ટેલોન ગ્રીક્સપૂઅર અને બાર્ટ સ્ટીવેન્સ સામે થશે. બીજા રાઉન્ડની અન્ય એક મેચમાં આ જોડીએ બ્રાઝિલના માર્સેલો મેલો અને ઓસ્ટ્રેલિયાના જોન પીયર્સની જોડીને સીધા સેટમાં 7-5, 6-4થી હરાવ્યો હતો.
આ પહેલા બોપન્ના અને એબ્ડેને સોમવારે જેકબ ફર્નલે અને જોહાનસની બ્રિટિશ જોડીને હરાવી હતી. બોપન્ના અને એબ્ડેન માત્ર એક કલાકમાં જ 7-5, 6-3થી જીત મેળવીને રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા હતા. બોપન્ના અને એબ્ડેનની જોડીએ અગાઉની મેચમાં ધીમી શરૂઆત કરી હતી અને 1-3થી પાછળ રહી હતી. જો કે ભારત-ઓસ્ટ્રેલિયન જોડીએ સમયસર પોતાની લય શોધી કાઢી અને સ્કોર 4-4થી બરાબર કરી દીધો. બોપન્ના અને એબ્ડેને મેચને નિયંત્રિત કરી અને શાનદાર વિજય નોંધાવ્યો.
ભારતીય ખેલાડી રોહન બોપન્નાની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે માસ્ટર્સ 1000 ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું છે. બોપન્નાએ પેરિસ ચેમ્પિયનશિપ 2011માં તેના પાર્ટનર ઈસમ-ઉલ-હક કુરેશી સાથે ટાઈટલ જીત્યું હતું. આ પછી મહેશ ભૂપતિ સાથે વર્ષ 2012માં ખિતાબ જીત્યો હતો. તેણે વર્ષ 2015માં મેડ્રિડ ચેમ્પિયનશિપ જીતી હતી. બોપન્નાએ વર્ષ 2013માં ઈન્ડિયન વેલ્સ પણ જીતી હતી. આમાં પણ તેનો પાર્ટનર મેથ્યુ એબ્ડેન હતો.

Total Visiters :282 Total: 1093587

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *