ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ ચંદ્રયાન-3નું મોડલ લઈને તિરુપતિ મંદિરે પહોંચી

Spread the love

આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ પૂજા અર્ચના કર્યા બાદ તેણે નાનું મોડલ બતાવીને કહ્યું કે આ ચંદ્રયાન-3 છે


તિરૂપતિ
ઈસરો આવતીકાલે બપોરે 2.35 વાગ્યે આંધ પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું છે ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3નું નાનું મોડલ લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિરે સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરવા પહોંચી હતી.
આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ પૂજા અર્ચના કર્યા બાદ તેણે નાનું મોડલ બતાવીને કહ્યું કે આ ચંદ્રયાન-3 છે. આવતીકાલે તેનું લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈસરો ચંદ્રયાનનું ત્રીજું મિશન આવતીકાલે લોન્ચ કરશે. આ પહેલા મંગળવારે ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણનું સફળતાપૂર્વક રિહર્સલ કર્યું હતું. ઈસરો તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે લોન્ચિંગની સમગ્ર તૈયારી અને ડમી સ્વરૂપમાં પ્રક્રિયાનું 24 કલાકનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. અગાઉ ઈસરોએ ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 એમ બે મિશન લોન્ચ કર્યા હતા. જો કે બંને સપાટી પર સફળતા પુર્વક ઉતરી શક્યા ન હતા.
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો કરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ચંદ્રયાન-3 આવતીકાલે બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે અને જો બધુ યોજના મુજબ ચાલશે તો 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. આ પહેલા ગઈકાલે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ધરાવતી એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી એલવીએમ-3 સાથે જોડવામાં આવી હતી. આ મિશનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.

Total Visiters :103 Total: 847105

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *