કેન્દ્રએ મુંબઈમાં પીએમએવાય માટે આવકની મર્યાદા 3થી વધારીને છ લાખની કરી

Spread the love

પેટાઃ મહારાષ્ટ્ર સરકારની વિનંતી પર મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે પીએમએવાય હેઠળ એએટપી વર્ટિકલ માટે ઈડબલ્યુએસ આવકના માપદંડને વધારાયો


નવી દિલ્હી
આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) હેઠળ આવતા લોકો જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે તેઓ પણ હવે પીએમ આવાસ યોજનાનો લાભ લઈ શકશે. કેન્દ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ભાગીદારીમાં સસ્તા આવાસ મેળવવા માંગતા આર્થિક રીતે નબળા વર્ગો માટે આવકના માપદંડને રૂ. 3 લાખથી વધારીને રૂ. 6 લાખ કરી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારની વિનંતી પર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માટે પીએમએવાય હેઠળ એએટપી વર્ટિકલ માટે ઈડબલ્યુએસ આવકના માપદંડને રૂ. 3 લાખથી વધારીને રૂ. 6 લાખ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીનો ધન્યવાદ.
તેમણે જણાવ્યું કે, આનાથી એમએમઆરના લાખો નાગરિકોને મદદ મળશે. થોડા મહિના અગાઉ ફડણવીસે કહ્યું હતું કે, પીએમએવાય નું શહેરી કવરેજ અસ્વીકાર્ય રીતે ઓછું છે અને તેઓ આ મુદ્દાને કેન્દ્ર સરકાર સાથે ઉઠાવશે.
2015 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકારની એક યોજના છે જેનો ઉદ્દેશ્ય દરેક ગરીબને ઓછી કિંમતમાં ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (પીએમએવાય-જી)ને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવી છે. પાકાં મકાનોનો કુલ લક્ષ્યાંક પણ સુધારીને 2.95 કરોડ મકાનો કરવામાં આવ્યો છે.
પ્રધાન મંત્રી આવાસ યોજનાની પાત્રતા

  • લાભાર્થીઓ પતિ, પત્ની અને અપરિણીત પુત્રીઓ/પુત્રો હોઈ શકે છે.
  • લાભાર્થી પાસે પાકુ ઘર ન હોવું જોઈએ. જેનો અર્થ એ છે કે, આખા ભારતમાં તેમનું અથવા તેમના પરિવારના અન્ય સદસ્યના નામ પર ઘર ન હોવું જોઈએ.
  • કોઈ પણ વયસ્કને ભલે તેના લગ્ન થયા હોય કે ના થયા હોય પરંતુ તેને પૂરી રીતે એક અલગ પરિવાર માનવામાં આવે છે.
    પીએમએવાય યોજના હેઠળના લાભાર્થીઓમાં નીચેની શ્રેણીઓ સામેલ
  • મધ્યમ આવક જૂથ (એમઆઈજી I) જેની વાર્ષિક આવક રૂ. 6 -12 લાખની વચ્ચે છે.
  • મધ્યમ આવક જૂથ (એમઆઈજી II) જેની વાર્ષિક આવક રૂ. 12 -18 લાખની વચ્ચે છે.
  • ઓછી આવક ધરાવતા જૂથ (એમઆઈજી I) જેની વાર્ષિક આવક રૂ. 3 -6 લાખની વચ્ચે છે.
  • આર્થિક રીતે નબળો વર્ગ (ઈડબલ્યુએસ) જેની વાર્ષિક આવક રૂ. 3 લાખ સુધીની છે.
    જ્યારે એલઆઈજી અને એમઆઈજી ના લાભાર્થીઓ માત્ર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક સબસિડી યોજના માટે પાત્ર છે. ઈડબલ્યુએસ લાભાર્થીઓ સંપૂર્ણ સહાય માટે પાત્ર છે. અરજદારે યોજના હેઠળ એલઆઈજી અથવા ઈડબલ્યુએસ લાભાર્થી બનવા માટે આવકના પુરાવાના સમર્થનમાં એફિડેવિટ આપવું મહત્વપૂર્ણ છે.
Total Visiters :124 Total: 1091632

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *