રોહિત-યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટની 229 રનની વિક્રમી ભાગીદારી

Spread the love

બંનેએ સેહવાગ અને વસીમ જાફર દ્વારા વર્ષ 2006માં સેન્ટ લુસિયામાં બનાવેલા 159 રનના રેકોર્ડને તોડી નાખ્યો


ડોમિનિકા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ શાનદાર રમત રમી હતી અને બંને ઓપનિંગ બેટ્સમેને સદી ફટકારી હતી. આ સિવાય બંનેએ પ્રથમ વિકેટ માટે 229 રનની ભાગીદારી કરી હતી જે વેસ્ટ ઈન્ડિઝમાં ભારત દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ સાથે જ બંનેએ સેહવાગ અને વસીમ જાફર દ્વારા વર્ષ 2006માં સેન્ટ લુસિયામાં બનાવેલા 159 રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમિનિકામાં સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે આ મેચમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે. આ ઉપરાંત બંને ભારતીય ઓપનરો દ્વારા ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટાકરી હોય તેવું છઠ્ઠી વખત બન્યુ છે. બિજા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 312 રન કર્યા છે જેમાં યશ્સવી જયસ્વાલ 143 રન બનાવીને અણનમ છે જ્યારે વિરાટ કોહલી 36 રન બનાવીને ક્રિઝ પર છે.
વિદેશમાં બંને ભારતીય ઓપનરો દ્વારા એક ઇનિંગમાં સદી

વર્ષ ક્રિકેટર સ્થળ દેશ
1936 વિજય મર્ચન્ટ – મુશ્તાક અલી ઓલ્ડ ટ્રેફોર્ડ ઈંગ્લેન્ડ
1985
સુનીલ ગાવસ્કર – ક્રિસ શ્રીકાંત સિડની ઓસ્ટ્રેલિયા
2006 વીરેન્દ્ર સેહવાગ- રાહુલ દ્રવિડ લાહોર પાકિસ્તાન
2007 વસીમ જાફર – દિનેશ કાર્તિક મીરપુર બાંગ્લાદેશ
2015 મુરલી વિજય – શિખર ધવન ફતુલ્લા બાંગ્લાદેશ
2023 યશસ્વી જયસ્વાલ – રોહિત શર્મા ડોમિનિકા વેસ્ટ ઈન્ડિઝ

Total Visiters :103 Total: 711254

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *