જમશેદપુર નજીક છોકરીઓ માટે મસ્જિદ બની રહી છે

Spread the love

મસ્જિદમાં નમાજ પઢવા ઉપરાંત છોકરીઓ કુરાન અને હદીસની શિક્ષા પણ ગ્રહણ કરી શકશે, મસ્જિદમાં છોકરીઓની શિક્ષા અને તેમના સર્વાંગી વિકાસના તમામ આયામો ઉપલબ્ધ હશે

જમશેદપુર

છોકરીઓ માટે અઢી દાયકાથી કામ કરી રહેલા જમશેદપુરના સમાજસેવી ડો. નુરુઝ્ઝમાન ખાન હવે મુસ્લિમ દીકરીઓ માટે મસ્જિદ બનાવવા માંગે છે. જમશેદપુર નજીક કપાલી તાજનગરમાં છેલ્લા બે વર્ષોથી તેનું બાંધકામ ચાલી રહ્યું છે. મસ્જિદનું માળખું અમુક અંશે તૈયાર થઈ ગયુ છે.

ડો. નુરુઝ્ઝમાને જણાવ્યું કે,  આ મસ્જિદ દોઢ એકર વિસ્તારમાં બનાવવામાં આવી રહી છે અને તેની પાછળ અંદાજે દોઢ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે જેની વ્યવસ્થા ધીમે ધીમે દાન અને કેટલાક લોકોના સહયોગથી કરવામાં આવી રહી છે. પૈસાની અછત આડે આવી રહી છે. જેના કારણે બાંધકામની કામગીરી ધીમી ચાલી રહી છે.

બીજી તરફ કેટલાક કટ્ટરપંથીઓ છોકરીઓ માટે મસ્જિદ બનાવવાનો વિરોધ પણ કરી રહ્યા છે. મહિલાઓની મસ્જિદનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે, મહિલાઓની મસ્જિદ શરિયતની વિરુદ્ધ છે. જેના જવાબમાં ડો.નુરુઝ્ઝમાને કહ્યું કે, જ્યારે છોકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે તો તેમના માટે મસ્જિદ બનાવવામાં શું ગુનો છે.

ડૉ. નુરુઝ્ઝમાને કહ્યું કે, મસ્જિદમાં નમાજ પઢવા ઉપરાંત છોકરીઓ કુરાન અને હદીસની શિક્ષા પણ ગ્રહણ કરી શકશે. મસ્જિદમાં છોકરીઓની શિક્ષા અને તેમના સર્વાંગી વિકાસના તમામ આયામો ઉપલબ્ધ હશે. મહિનામાં એક વખત ઇજત્મા પણ થશે જેમાં છોકરીઓ તેમના માતા-પિતા, પતિ, સાસરિયાં અને અન્ય પરિવારના સભ્યોની સંભાળ કેવી રીતે રાખવી અને સારા પારિવારિક સંબંધો કેવી રીતે જાળવી શકાય તે શીખશે. પોતાના સ્વાસ્થ્યની જાણકારી પણ પ્રાપ્ત કરશે.

જમશેદપુરને અડીને આવેલા સરાયકેલા-ખારસાવાન જિલ્લાના કપાલીના રહેવાસી સામાજિક કાર્યકર ડો. નુરુઝ્ઝમાન ખાન લગભગ 25 વર્ષથી છોકરીઓ માટે એક શાળા ચલાવે છે. તેઓ આ જ જગ્યાએ મસ્જિદ પણ બનાવી રહ્યા છે. અહીંની વિદ્યાર્થીનીઓ ઝારખંડ બોર્ડમાં સારું પરિણામ લાવી રહી છે.

તેઓએ જણાવ્યું કે, હું ઈચ્છું છું કે છોકરીઓનો સર્વાંગી વિકાસ થાય. આ વિચારથી મેં મસ્જિદ બનાવવાની તૈયારી કરી છે. તેમણે કહ્યું કે છોકરીઓ અહીં ભણીને ઝારખંડ બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવી રહી છે. એમ પણ કહ્યું કે હવે હું 80 વર્ષનો થઈ ગયો છું. હું ઈચ્છું છું કે હું જીવિત છું ત્યાં સુધીમાં આ કામ પૂરુ થઈ જાય. મારી ઈચ્છા છે કે, ડિસેમ્બર સુધીમાં તેનું ઉદ્ઘાટન થઈ જાય.

Total Visiters :133 Total: 852082

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *