પત્નીને નાના ભાઈ સાથે સુતેલી જોતા પતિએ હત્યા કરી

Spread the love

હત્યા બાદ મહિલાને તાવ આવ્યાનું જણાવીને હોસ્પિટલે લઈ જતાં મર્ડર થયાનું ખૂલતા પોલીસે આરોપીની ધરપકડ કરી

રાજકોટ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવચડીની ધાર પર ઝૂપડા બાંધી રહેતા પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હત્યા બાદ મહિલાને તાવ આવ્યાનું જણાવીને હોસ્પિટલે લઈ જતાં મર્ડર થયાનું ખૂલતા પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા જણાવ્યું કે, પત્નીને નાનાભાઈ સાથે સૂતેલી જોયા બાદ ઉશ્કેરાઈને મોતને ઘાટ ઉતારી દીધી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના જરવાઈ અને છેલ્લા 15 શિવરાજગઢ દેવચડી વચ્ચે આવેલી ધાર ઉપર ઝૂપડા બાંધી રહેતા અને છૂટક ખેત મજૂરી કરતા આદિવાસી દિપક ચરણભાઈ મકોડિયાએ વહેલી સવારે 5 વાગ્યે પોતાની પત્ની નાનાબાઈ (28)ને શરીરના ગુપ્તાંગ અને અન્ય ભાગોમાં હથિયાર વડે હુમલો કરીને મોત થયું હતું. ઘટના બાદ દિપકના પિતા તથા વાડી માલિક મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
મૃતદેહ મૂકી વાડી જતા રહ્યા બાદ દિપકના પિતા રામચરણે બે દિવસથી દાવ આવતો હોય મોત થયાનું જણાવતા અને નાનાબાઈનો પતિ દિપક સાથે ના આવ્યો હોવાથી હોસ્પિટલમાં સેવા આપી રહેલા ટ્રસ્ટના દિનેશભાઈને શંકા જણાતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતા ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને નાનાબાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડીને દિપકને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસના ડરથી પોપટ બની ગયેલા દિપકે જણાવ્યું કે, તેણે પોતાના નાનાભાઈ સાથે પત્નીને બેથી ત્રણ વખત સૂતેલી જોઈ હતી. જેથી ઉશ્કેરાઈને હત્યા કરી. સાથે જ એવું પણ જણાવ્યું કે, તેને સંતાનમાં 3 પુત્ર અને એક પુત્ર છે, જ્યારે માતા પિતાથી અલગ ઝૂપડામાં રહે છે. બનાવને પગલે તાલુકા પોલીસે દિપક સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉપલેટામાં જિમથી ઘરે જતા યુવકની રસ્તામાં જ હત્યા થઈ હોવાના કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઉપલેટામાં રાજમોતીનગરમાં રહેતા આહિર નાથાભાઈ ગોવિંદભાઈના ભાદરકાના એકના એક પુત્ર આશિષ નાથાભાઈ ભાદરકાની સાથે જિમમાં આવતા કોળી યુવક સાથ 4 દિવસ પહેલા વિડીયો રીલ્સ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી આરોપી વિનય કોળીએ આશિષને જિમમાંથી બહાર નીકળતા જ મોતને ઘાટ ઉતાર્યો હતો.

Total Visiters :92 Total: 711194

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *