બુલંદશહેર નજીર મકાનનું લેન્ટર પડતાં ચારનાં મોત, 11 ઘાયલ

Spread the love

તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા, ડીએમએ મૃત્યુ પામેલા લોકોને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘરનું સમારકામની જાહેરાત કરી


બુલંદશહેર
નરસેના પોલીસ સ્ટેશન વિસ્તાર મવાઈમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી એક જ પરિવારના છ બાળકો સહિત 15 લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે પુત્રો સહિત દંપતિનું મોત થઈ ગયુ છે અને આ 11 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ડીએમએ મૃત્યુ પામેલા લોકોને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘરનું સમારકામ કરવાની વાત કરી છે.
નરસેના પોલીસ સ્ટેશન વિસ્તારના મવાઈ ગામમાં રહેતા રાજપાલના પુત્ર હરચરણ સિંહનું ઘર બની રહ્યું હતું. ઘરના પહેલા માળે જૂનુ લેન્ટર નાખવામાં આવ્યુ હતુ અને બીજા માળે બાંધકામ ચાલી રહ્યું હતું. મંગળવારે સાંજે બીજા માળે ત્રણ રૂમમાં લેન્ટર મૂકવામાં આવ્યું હતું. મોડી રાત્રે લેન્ટર મુક્યા બાદ પરિવારના 15 સભ્યો ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ખાટલા પર સૂઈ ગયા હતા. બુધવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બીજા માળે મૂકેલું લેન્ટર પહેલા માળની છત પર પડી ગયું હતું. જેના કારણે પહેલા માળનું લેન્ટર પણ પડી ગયું હતું અને નિંદ્રાધીન પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો હતો.
સીએમ યોગી આદિત્યનાથે નરસેના પોલીસ સ્ટેશન વિસ્તારના મવાઈ ગામમાં ઘરનું લેન્ટર તૂટી પડવાથી 4 લોકોના મોતની નોંધ લીધી છે. ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું કે, મુખ્યમંત્રીના નિર્દેશ પર તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત કાર્યમાં જોડાયા છે. મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ સાથે અન્ય જે પણ મદદ કરી શકાશે તે પણ આપવામાં આવશે. ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને પીડિતો સાથે વાતચીત કરી છે.

Total Visiters :91 Total: 827942

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *