10 વર્ષની બાળકીને ટોર્ચર કરવાના મામલે ભીડે મહિલા પાયલટ-પતિને ઢીબી નાખ્યા

Spread the love

બાળકી દંપત્તીના ઘરે કામ કરી રહી હતી, આ દરમિયાન ચોરીના આરોપમાં બંનેએ બાળકીને દઝાડીને ટોર્ચર કરી તો બાળકી ભાગી ગઈ અને પોતાના વાલીઓને સમગ્ર જણકારી આપી

નવી દિલ્હી
રાજધાની દિલ્હીમાં એક મહિલા પાયલોટ અને તેમના પતિની જાહેરમાં મારપીટનો વીડિયો સામે આવ્યો છે. એક સગીર બાળકીને ટોર્ચર કરવાના આરોપમાં ભીડે બંનેની મારપીટ કરી હતી. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હીના દ્વારકામાં ભીડે 10 વર્ષની બાળકીને ટોર્ચર કરવાના આરોપમાં મહિલા પાયલોટ અને તેના પતિને માર માર્યો છે. આરોપ છે કે, આ બાળકી તેમના ઘરે કામ કરી રહી હતી, આ દરમિયાન ચોરીના આરોપમાં બંનેએ બાળકીને ટોર્ચર કરી હતી. જ્યારે તેને દઝાડીને ટોર્ચર કરી તો બાળકી ભાગી ગઈ અને પોતાના વાલીઓને સમગ્ર જણકારી આપી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. અને પતિ-પત્ની પર કલમ 323, 324, 342 અને ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસ તરફથી દ્વારકાના ડીસીપી હર્ષવર્ધનનું કહેવું છે કે, ફરિયાદ બાદ અમે સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં 10 વર્ષની બાળકીને ડોમેસ્ટીક હેલ્પ તરીકે રાખવામાં આવી હતી. તબીબી તપાસમાં સગીરના શરીર પર ઈજાના અને દાઝી ગયેલા નિશાનો સામે આવ્યા છે. તેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને પતિ-પત્નીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ દંપતીએ બે મહિના પહેલા જ બાળકીને કામ પર રાખી હતી. ઈજાના નિશાન જોઈ માતા-પિતાએ ફરિયાદ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ પરિવારજનોએ પતિ-પત્ની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. યુવતીના પરિવારજનો તેને નોકરીએ રાખ્યા બાદ ગામડે ચાલ્યા ગયા હતા. અહીં તે તેમની ફોઈના ઘરે રહેતી હતી.

Total Visiters :118 Total: 681559

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *