અભિનેતા રણદીપ હુડ્ડાએ પૂરના પાણીમાં ઊતરીને લોકોને મદદ કરી

Spread the love

રણદીપે સોશ્યલ મીડિયા પર આ સંબંધિત એક પોસ્ટ શેર કરી, ચાહકો તેની ભરપુર પ્રસંશા કરી રહ્યા છે

નવી દિલ્હી

છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક રાજ્યોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઘણા શહેરો અને ગામડાઓની હાલત ખુબ જ ખરાબ છે. દિલ્હી પણ પૂરની પકડમાંથી બચી શકી નથી. પરંતુ આવા મુશ્કેલ સમયમાં ઘણા લોકો પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, બોલીવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા પોતે પણ પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. હાલમાં રણદીપે સોશ્યલ મીડિયા પર આ સંબંધિત એક પોસ્ટ શેર કરી છે. જ્યાં તે ઘૂંટણ સુધીના પાણીમાં ઉતરી ગયો હતો અને લોકોને મદદ કરતો જોવા મળ્યો હતો.

બોલીવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા ખાલસા સહારા ગ્રુપમાં જોડાયા હતા. જે હાલમાં હરિયાણામાં પૂર પીડિતોની મદદ કરી રહ્યા છે. રણદીપે તેને લગતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. તે ઘૂંટણ સુધીના પાણીમાં ભારે સામાન સાથે ઉતર્યો હતો. દૂધના પેકેટથી લઈને ખાદ્યપદાર્થો સુધી તે લોકોમાં વહેંચતો જોવા મળ્યો હતો.

રણદીપ હુડ્ડાના આ ઉમદા કામને જોઈને ફેન્સ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સે અભિનેતાની ખુબ પ્રશંસા કરી હતી. તેના આ પગલાની પ્રશંસા કરતા તેના ફેન્સે લખ્યું, ‘એક જ તો દિલ છે રણદીપ ભાઈ. કેટલી વાર જીતશો? જયારે કેટલાક યુઝર્સે તેને અસલી હીરો કહ્યો હતો.

Total Visiters :120 Total: 852141

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *