મણિપુરની ઘટના પર બોલિવૂડ સ્ટાર્સની આકરી પ્રતિક્રિયા

Spread the love

અક્ષય કુમાર, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા સહિત ઘણા બોલીવૂડ સેલેબ્સે પણ આ ચોંકાવનારી ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી

નવી દિલ્હી

મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. આ ભયાનક ઘટનાના વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ બર્બર ઘટનાથી રોષે ભરાયેલા લોકો સોશ્યલ મીડિયા પર ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અક્ષય કુમાર, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા સહિત ઘણા બોલીવૂડ સેલેબ્સે પણ આ ચોંકાવનારી ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને સોશ્યલ મીડિયા પર ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી બર્બરતા અંગે દુઃખ વ્યક્ત કરતા અને પીડિતો માટે ન્યાયની માંગણી કરતા બોલીવૂડ એક્ટર અક્ષય કુમારે ટ્વિટર પર લખ્યું, “મણિપુરમાં મહિલાઓ સામેની હિંસાનો વીડિયો જોયા પછી આઘાત લાગ્યો હતો અને આ ઘટનાથી ખુબ નિરાશ પણ છું. હું આશા રાખું છું કે ગુનેગારોને એટલી સખત સજા કરવામાં આવશે કે કોઈ ફરી આવું જઘન્ય કૃત્ય કરવાનું વિચારે પણ નહીં.

એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પણ મણિપુરમાં મહિલાઓ પર કરવામાં આવતી ક્રૂરતા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. વીડિયો વિશેની તેની પોસ્ટમાં, રિચા ચઢ્ઢાએ તેને શરમજનક, ભયાનક અને અન્યાયી ગણાવી હતી. 

ઉર્મિલા માતોંડકરે મણિપુરની ઘટનાનો સખત વિરોધ કર્યો, “મણિપુરના આ વીડિયોથી આઘાત લાગ્યો છે, હું હચમચી અને ગભરાઈ ગઈ છું અને હકીકત એ છે કે આ મે મહિનામાં બન્યું હતું અને તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેઓ સત્તાના નશામાં છે, તેવા જોકરો પર શરમ આવે છે. મીડિયા તેમના પગ ચાટી રહ્યું છે, સેલિબ્રિટીઓ જે ચૂપ છે. આપણે અહિયાં ક્યારે પહોંચી ગયા પ્રિય ભારતીયો?

અભિનેત્રી રેણુકા શહાણેએ હિંસા પર અંકુશ મેળવવામાં સરકારની નિષ્ફળતા તરફ ધ્યાન દોર્યું અને પૂછ્યું કે શું મણિપુરમાં અત્યાચાર રોકવા માટે કોઈ નથી. તેણે લખ્યું, “શું મણિપુરમાં અત્યાચાર રોકવા માટે કોઈ નથી? જો બે મહિલાઓના એ વિક્ષેપજનક વીડિયો તમને મૂળ તરફ ન ખેંચી શક્યા હોય, તો શું તમારી જાતને માનવ કહેવું પણ યોગ્ય છે,

મણિપુરમાં 3 મેથી ઈમ્ફાલ ઘાટીમાં કેન્દ્રિત બહુમતી મેઈતી અને પહાડીઓ પર કબજો કરી રહેલા કુકી લોકો વચ્ચે વંશીય અથડામણ થઈ રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં બે મહિલાઓના નિર્વસ્ત્ર પરેડના વીડિયોએ લોકોમાં ગુસ્સો ભર્યો છે. લોકો તેમના મનપસંદ કલાકારો અને ખેલાડીઓથી આ કટોકટી પર બોલવાની અપેક્ષા રાખતા હતા.

Total Visiters :110 Total: 828274

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *