યુએઈમાં હિંદુ મંદિર તૈયાર થવાના આરે, ફેબ્રુઆરીમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે

Spread the love

આ મંદિર વૈશ્વિક સદભાવનુ આધ્યાત્મિક કેન્દ્ર બનશે, આ મંદિર થકી ભારતની કલા, મૂલ્યો અને સંસ્કૃતિને યુએઈમાં લાવવામા મદદ મળશે

અબુધાબી

યુએઈમાં રહેતા હિન્દુ ભાવિકો માટે સ્વામીનારાયણ સંપ્રદાય બીએપીસ દ્વારા બનાવવામાં આવી રહેલુ હિન્દુ મંદિર તૈયાર થવાના આરે છે અને ફેબ્રુઆરીમાં તે ભકતો માટે ખુલ્લુ મુકાશે.

ભવ્ય મંદિરનો શાનદાર ઉદઘાટન સમારોહ થશે અને મંદિરના પ્રતિનિધિઓનુ કહેવુ છે કે, આ સમારોહ સદ્બભાવનાનો તહેવાર સાબિત થશે. બીએપીએસ દ્વારા સમયાંતરે ટ્વિટર પર મંદિર નિર્માણની તસવીરો અપલોડ કરવામાં આવતી હોય છે.

બીએપીએસનુ કહેવુ છે કે, આ મંદિર વૈશ્વિક સદભાવનુ આધ્યાત્મિક કેન્દ્ર બનશે.આ મંદિર થકી ભારતની કલા, મૂલ્યો અને સંસ્કૃતિને યુએઈમાં લાવવામા મદદ મળશે. મંદિરનુ બાંધકામ હવે અંતિમ તબક્કામાં છે. મંદિર 27 એકરમાં ફેલાયેલ છે અને તેનુ ઉદઘાટન 14 ફેબ્રુઆરી, 2024ના રોજ કરવામા આવશે.

મંદિર મેનેજમેન્ટના કહેવા પ્રમાણે ઉદઘાટન સમારોહમાં જેમને આમંત્રણ અપાયુ હશે તેવા લોકો જ હાજર રહી શકશે. 15 ફેબ્રુઆરીએ મંદિરમાં એક સાર્વજનિક પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવશે. 18 ફેબ્રુઆરીએ તેને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે .

આ મંદિર માટે 2015માં યુએઈ સરકારે જમીન ફાળવી હતી. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાને તે સમયે પીએમ મોદીની યુએઈની મુલાકાત દરમિયાન ભેટ સ્વરુપે મંદિર માટે જમીન ફાળવવાની જાહેરાત કરી હતી.

હાલમાં મંદિરનુ બાંધકામ એ રીતે કરવામાં આવી રહ્યુ છે કે, આગામી 1000  વર્ષ સુધી પણ તેને કોઈ નુકસાન નહી થાય. મંદિર નિર્માણ માટે ગુલાબી રંગના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Total Visiters :96 Total: 828406

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *