સીમા હૈદર પાસે બે પાસપોર્ટ, બન્નેમાં જન્મ તારીખ જુદી

Spread the love

કડક પુછપરછ અને તપાસ એજન્સીઓની સઘન તપાસ છતાં સીમા પાકિસ્તાની જાસૂસ હોવાના નક્કર પુરાવા ન મળ્યા

ગ્રેટર નોઈડા 

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને લઈને હવે શંકાઓ વધુ પ્રબળ બની રહી છે. ચાર બાળકો સાથે દુબઈ અને નેપાળના રસ્તે ભારતમાં આવેલી સીમા હૈદર પર પાકિસ્તાનની જાસૂસ હોવાની શંકા છે. યુપી એટીએસે સીમા હૈદર તેના બાળકો અને પ્રેમી સચિનની પૂછપરછ કરી છે. એટીએસ સિવાય અન્ય સુરક્ષા એન્જસીઓ પણ જાસૂસીવાળા એન્ગલ પર તપાસ કરી રહી છે. યુપી પોલીસે પહેલીવાર સીમા હૈદર પર જાહેરમાં નિવેદન આપ્યું છે. રાજ્યના એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું કે, સીમા જાસૂસ છે કે કેમ તે અંગે હાલ કહેવું યોગ્ય નથી. આ મામલે બે દેશો વચ્ચેનો છે. જ્યાં સુધીમાં પૂરતા પુરુવા ન મળી જાય ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે. કાયદાકીય રીતે તમામ કાર્યવાહી કરવામાં આવશે.
સીમા હૈદર અને સચિનની કહાણી ખૂબ જ રસપ્રદ છે. કરાચીમાં રહેતી સીમા હૈદરનો દાવો છે કે, લોકડાઉન દરમિયાન પબજી રમતા રમતા ગ્રેટર નોઈડાના સચિન સાથે મુલાકાત થઈ હતી. એ પછી બંને વચ્ચે વાતચીત શરુ થઈ હતી અને પછી પ્રેમમાં પડ્યા હતા. નેપાળમાં બંને મળ્યા પણ હતા. આ મુલાકાત બાદ સીમા પાકિસ્તાન પરત ફરી હતી. એ પછી થોડા દિવસો બાદ ચાર બાળકોને લઈને નેપાળના રસ્તે ભારતમાં દાખલ થઈ હતી.
એકદમ ફાંકડુ હીન્દી બોલતી સીમા હૈદરે યુપી એટીએસને પોતાની ઉંમર 30 વર્ષ બતાવી હતી. પરંતુ તેણે જે ઓળખપત્ર બતાવ્યું હતું તેમાં તેની ઉંમર 1 જાન્યુઆરી, 2002 છે. સીમા હૈદર પાસેથી કથિત રીતે બે પાસપોર્ટ મળ્યા છે. બંનેમાં જન્મ તારીખ અલગ અલગ છે. એટલા માટે સીમા જાસૂસ હોવાની શંકા પણ વધી ગઈ છે. સીમા હૈદરનો ભાઈ પાકિસ્તાનની આર્મીમાં છે. જો કે, સીમા સતત કહે છે કે, તે તેના ભાઈના સંપર્કમાં નથી. જો કે, સુરક્ષા એજન્સીઓ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, સીમાને ભારતમાં મોકલવા પાછળ તેના ભાઈ કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનો તો હાથ નથી ને. દાવો એવો પણ છે કે, સીમાના એક કાકા પણ પાકિસ્તાનની આર્મીમાં છે.
મીડિયા સાથેની વાતચીતમાં સીમા હૈદરે કહ્યું હતું કે, ગુલામ હૈદર સાથે તેના લગ્ન બળજબરીપૂર્વક થયા હતા. પરંતુ ગુલામ હૈદરનું કહેવું છે કે, બંનેના લવ મેરેજ હતા. સોશિયલ મીડિયા પર એક એફિડેવિટ પણ વાયરલ થઈ રહી છે. જેમાં લગ્ન માટે સીમા અને ગુલામની સહમતિ છે. ભારત આવતા પહેલાં સીમા અને સચિન નેપાળમાં જે હોટલમાં રોકયા હતા ત્યાં પણ ફેક નામ આપ્યું હતું. એટલું જ નહીં સીમા અનેક ભારતીયોના સંપર્કમાં હતી.
આમ તો સીમા હૈદર પાકિસ્તાનથી ગેરકાયદે રીતે ભારતમાં દાખલ થઈ હોવાથી સુરક્ષા એજન્સીઓ પણ તેને પાકિસ્તાન પાછી મોકલી શકે છે. જાસૂસ હોવાની શંકા સાબિત થાય તો સજા મલી શકે છે. સુપ્રીમ કોર્ટના એક એડવોકેટે જણાવ્યું કે, જો કોઈ ભારતમાં જાસૂસી કરતા પકડાય તો તેના પર ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ કાયદાના સેક્શન 3માં જાસૂસીમાં પકડાયેલા આરોપીને 14 વર્ષ સુધીની સજા જોગવાઈ છે. પરંતુ 14 વર્ષની સજા ત્યારે થાય છે કે જ્યારે જાસૂસી રક્ષા સાથે સંકળાયેલો મામલો હોય. તેના સેક્શન 4માં કહેવાયું છે કે, જો આરોપી વિદેશના કોઈ જાસૂસ સાથે વાતચીત કરે છે તો તે જાસૂસીનો પુરાવો ગણવામાં આવશે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923ના સેક્શન 10માં જાસૂસને રક્ષણ પુરુ પાડનારા લોકોને પણ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.

Total Visiters :112 Total: 1095945

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *