મમતાના ઘરમાં છરી-હથિયાર સાથે ઘૂસવા જતો શખ્સ ઝડપાયો

Spread the love

યુવકની ઓળખ નૂર આલમ તરીકે થઇ, આરોપી પાસેથી વિવિધ એજન્સીઓના આઈડી કાર્ડ મળી આવ્યા, કાર પર પોલીસનું સ્ટીકર હતું

કોલકાતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. કોલકાતા પોલીસે એક વ્યક્તિને પકડી પડ્યો છે જે મુખ્યમંત્રીના આવાસમાં ધુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવકની ઓળખ નૂર આલમ તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે, આ યુવકને સીએમના આવાસ પાસે રોકવામાં આવ્યો હતો. આરોપી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જ્યારે આરોપીની તલાશી લેવામાં આવી ત્યારે તેના કબજામાંથી હથિયાર, છરી અને પ્રતિબંધિત પદાર્થ ઉપરાંત વિવિધ એજન્સીઓના આઈડી કાર્ડ મળી આવ્યા હતા. આરોપીની કાર પર પોલીસનું સ્ટીકર હતું. આમાં સવાર થઈને તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવ્યો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપી યુવક કેમ સીએમ આવાસમાં ઘૂસવા માંગતો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

એક વર્ષ પહેલા પણ મમતાના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘુસવાનો કોઈએ પ્રયાસ કર્યો હતો. 3 જુલાઇ 2022ની રાત્રે લગભગ 1 વાગ્યે કોલકાતાના કાલીઘાટમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસ્યો હતો. જો કે, તેને જોતા જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને કાલીઘાટ પોલીસને સોંપી દીધો. મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી બેદરકારીને ગંભીરતાથી લેવામાં આવી હતી.

Total Visiters :155 Total: 1094133

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *