મણિપુરમાં 22-23 જુલાઈએ 718 મ્યાનમાર નાગરિકો પ્રવેશ્યા

Spread the love

મણિપુર સરકારે આસામ રાઈફલ્સ પાસેથી આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો, મ્યાનમારના નાગરિકોના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ રાખવાનો નિર્દેશ


ઈમ્ફાલ
મણિપુરમાં હાલમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયી નથી. મણિપુરમાં હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સોમવારે મોડી રાત્રે ગૃહ વિભાગે આપેલા નિવેદન પ્રમાણે મણિપુર સરકારે આસામ રાઈફલ્સ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે કે કેવી રીતે માત્ર બે દિવસમાં એટલે કે 22 અને 23 જુલાઈના રોજ ઓછામાં ઓછા 718 મ્યાનમાર નાગરિકોને યોગ્ય પ્રવાસ દસ્તાવેજો વગર ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી? સરકારે ચંદેલ જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને મ્યાનમારના નાગરિકોના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
મણિપુર સરકારનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, તે આસામ રાઈફલ્સને પૂછવામાં આવ્યું કે, કેવી રીતે તેમની દેખરેખ હેઠળ ઘાટી-બહુમતી મૈતેઈ અને પહાડી-બહુમતી કુકી જાતિઓ વચ્ચે બે મહિનાથી વધુની હિંસાને કારણે મણિપુરમાં તણાવ વચ્ચે માત્ર બે દિવસમાં 700 થી વધુ મ્યાનમારના નાગરિકો ભારતમાં પ્રવેશ્યા.
આ બાબતની સીધી જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ચિંતિત છે કારણ કે એ જાણવાનો કોઈ રસ્તો નથી કે શું ભારતમાં પ્રવેશેલા મ્યાનમારના નાગરિકોનું નવું સમૂહ શસ્ત્રો અને દારૂગોળો સાથે લાવ્યા હશે.
મણિપુર ગૃહ વિભાગે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેડક્વાટર 28 સેક્ટર આસામ રાઈફલ્સે જણાવ્યું હતું કે 718 નવા શરણાર્થીઓ ભારત-મ્યાનમાર સરહદ પાર કરીને 23 જુલાઈના રોજ ચંદેલ જિલ્લામાંથી મણિપુરમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
મણિપુરના મુખ્ય સચિવ ડો. વિનીત જોશી દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મણિપુર સરકારે કહ્યું છે કે- તેણે સરહદ રક્ષક દળ હોવાના નાતે આસામ રાઈફલ્સને સ્પષ્ટપણે સૂચના આપી છે કે ગૃહ મંત્રાલયના નિર્દેશો પ્રમાણે માન્ય વિઝા અથવા મુસાફરી દસ્તાવેજો વિના કોઈપણ આધાર પર મ્યાંમારના નાગરિકોના મણિપુરમાં પ્રવેશને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે.
સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર 718 શરણાર્થીઓના નવા ગેરકાયદે પ્રવેશને અત્યંત સંવેદનશીલતા સાથે ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે કારણ કે તેમાં ખાસ કરીને ચાલી રહેલા કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય અસર થઈ શકે છે.

Total Visiters :104 Total: 1091969

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *