મણિપુરના આદિવાસીઓ પર હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવા માગ

Spread the love

મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી

નવી દિલ્હી

દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વંશીય સંઘર્ષને કારણે જોમી-કુકી સંગઠને પીએમ મોદીના હસ્તક્ષેપની માંગ કરતા પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યના આદિવાસીઓ પર થયેલા હુમલાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ તેવી માગ કરી છે. આ સાથે જ મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી.

મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા સંઘર્ષથી હજુ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તેમજ સંસદનું ચોમાસું સત્રમાં પણ આની અસર જોવા મળી રહી છે તેમજ આ મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી છે ત્યારે જોમી-કુકી સંગઠને પીએમ મોદીના હસ્તક્ષેપની માંગ કરી છે અને આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યના આદિવાસીઓ પર થયેલા હુમલાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ. આ ઉપરાંત ખીણના જિલ્લાઓમાં એએફએસપીએની જોગવાઈઓ લાગુ કરવા જણાવ્યું જેથી કરીને સેના કાયદો અને વ્યવસ્થા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે. આ સાથે જ પત્રમાં તેમણે લખ્યું છે કે દેશની સંવેદનશીલ સ્થિતિમાં શાંતિ અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે તમારો હસ્તક્ષેપ જરૂરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે રાષ્ટ્રપતિ શાસન લગાડવું જરુરી થયું છે.

મણિપુરમાં મૈતૈઈ સમુદાઈએ પણ ગઈકાલે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે કુકી ઉગ્રવાદી જૂથો સાથે વાતચીત ન થવી જોઈએ. કોકોમીએ દાવો કર્યો હતો કે તેમની સમિતિના સભ્યો રાજ્યમાં અરાજકતા માટે જવાબદાર તેમજ કુકી વિદ્રોહી જૂથોના સભ્યો વિદેશી છે. મૈતૈઈ સમુદાઈના કન્વીનર જિતેન્દ્ર નિંગોમ્બાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમા તેમણે કહ્યું કે અમને મીડિયા પાસેથી માહિતી મળી છે કે ભારત સરકાર કુકી સંગઠન સાથે વાતચીત કરી શકે છે. અમે તેની વિરુદ્ધ છીએ. સરકારે કૂકી જૂથો સાથે વાટાઘાટો ન કરવી જોઈએ. કુકી જૂથમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે, જેના કારણે તેઓ તેનો વિરોધ કરે છે.

મણિપુરમાં બે મહિલાઓ પર બળાત્કાર અને નગ્ન પરેડ કરવા બદલ વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગઈકાલે કહ્યું કે થોબલ જિલ્લામાંથી સોમવારે સાંજે વધુ એક ધરપકડ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Total Visiters :140 Total: 1093593

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *