ભારતીય પાસપોર્ટ પર વિઝા વિના વિશ્વના 50થી વધુ દેશમાં જઈ શકાય છે

Spread the love

વિઝા વગર મુસાફરી કરી શકાય એવા દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઇથોપિયા અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે


નવી દિલ્હી
જે લોકોને ફરવાનો શોખ હોય છે, તેઓ સૌથી પહેલા પોતાનો પાસપોર્ટ બનાવી લે છે, આખરે દુનિયા ફરવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ જો તમે અન્ય દેશની મુસાફરી કરી રહ્યા હોવ તો સામાન્ય રીતે પાસપોર્ટ સિવાય વિઝા જરૂરી હોય છે. જેના કારણે ઘણા લોકો અન્ય દેશોમાં મુસાફરી કરવાનો આનંદ ઉઠાવી શકતા નથી પરંતુ શું તમે જાણો છો કે વિઝા વિના પણ ઈન્ડિયન પાસપોર્ટ પર દુનિયાના લગભગ 50થી વધુ દેશોની મુસાફરી કરી શકાય છે. આ દેશોમાં તમારે કોઈ પણ પ્રકારના વીઝાની જરૂર પડશે નહીં.
તાજેતરમાં રિલીઝ થયેલા રિપોર્ટ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક મુસાફર ઘણા દેશોમાં વિઝા વિના એન્ટ્રી કરી શકે છે. આ દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઇથોપિયા અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે એટલે કે આ દેશોમાં જવા માટે તમારે એડવાન્સમાં વિઝા અપ્લાય કરવાની જરૂર પડશે નહીં. આ યાદીમાં મિડલ ઈસ્ટના દેશો જેમ કે ઈરાન, જોર્ડન, ઓમાન અને કતારનું નામ છે જ્યાં તમે વિઝા વિના ફરી શકો છો. એશિયાઈ દેશો જેમ કે કમ્બોડિયા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડ પણ આ યાદીમાં સામેલ છે.
તાજેતરમાં જ ભૂટાન અને નેપાળે પણ ભારતીય પાસપોર્ટ ધારક મુસાફરો માટે વિઝા ઓન અરાઈવલના બદલે વિઝાની ફ્રી ટ્રાવેલની ભેટ આપી છે એટલે કે જ્યારે તમે આ દેશો માટે રવાના થશો તો વિઝા ઈન્ટરવ્યૂ, વિઝાની લાઈન, પેપરવર્ક કરવાની જરૂર પડશે નહીં. આ સિવાય આ દેશોની લિસ્ટમાં કજાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ દેશમાં તમે 14 દિવસની વિઝા ફ્રી મુસાફરી કરી શકો છો. આ સાથે પોતાના બીચ માટે મશહૂર બારબોડાસ અને ફિઝી પણ આ લિસ્ટમાં સામેલ છે. ઈન્ડિયન સેલિબ્રિટી ઘણી વખત વેકેશન એન્જોય કરવા માલદીવ જાય છે. ત્યાંના સમુદ્રી નજારા અને સુંદરતા મન મોહી લે છે. જો તમે પણ ત્યાં જવા ઈચ્છો છો તો વિઝા વિના જઈ શકો છો. તમે આફ્રિકન દેશોમાં જવા ઈચ્છો છો તો વિઝા વિના તમે મોરેશિયસ, સેનેગલનો પ્રવાસ કરી શકો છો.

Total Visiters :173 Total: 1376837

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *