75 વર્ષની વ્યક્તિની સન્માનજનક વિદાય માટે 25 લોકોએ જીવ જોખમમાં મૂક્યો

Spread the love

લોકોનો એક સમૂહ શબને ઊઠાવીને પૂરગ્રસ્ત નહેરમાંતી વહેતા પાણીમાં પસાર થઈ રહ્યાનો વીડિયો વાયરલ


હૈદ્રાબાદ
પૂરથી ખેદાન મેદાન થઈ ચૂકેલા તેલંગાણાના એક ગામમાં ઓછામાં ઓછા 25 લોકોએ એ સુનિશ્ચિત કરવા માટે તેમનો જીવ જોખમમાં મૂક્યો કે એક 75 વર્ષીય વ્યક્તિને સન્માનજનક વિદાય આપી શકે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોના એક સમૂહને શબને ઊઠાવીને પૂરગ્રસ્ત નહેરમાં ઝડપથી વહેતા પાણી વચ્ચેથી પસાર થતાં શ્મશાન ઘાટ સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં જોઈ શકાય છે.
કેટલાક લોકોના ગળા સુધી પાણી આવી ગયેલું પણ દેખાય છે. લોકો સાવચેતી આગળ વધી રહ્યા હતા અને એકબીજાનો જુસ્સો પણ વધારી રહ્યા હતા. તે બધા લોકો તેજ વહેણમાં વહી ન જાય એટલા માટે સંપૂર્ણ સાવચેતી રાખતા પણ દેખાયા હતા. આ ઘટના તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લાના વેચરાની ગામમાં બની હતી. અહીં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદને કારણે ગામમાં શ્મશાન ઘાટના રસ્તે પાણી ભરાઈ ગયું હતું.

Total Visiters :102 Total: 710676

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *