ચાર વર્ષ બાદ જેટ એરવેઝને ઓપરેટર સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું

Spread the love

ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો


નવી દિલ્હી
જેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ દ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) જારી કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મળતા જ એરલાઇન્સ માટે ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો છે.
આ અંગે ખુશી વ્યક્ત કરતા, જેટ એરવેઝને ફરી શરુ કરવા માટે કામ કરી રહેલા જાલાન-કાલરોક કન્સોર્ટિયમે કહ્યું કે, તે જેટ એરવેઝને પુનઃશરૂ કરવા માટે ભારતીય ઉડ્ડયન નિયમનકારનો અમારામાં વિશ્વાસ દર્શાવે છે. આ સાથે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, અમે ડીજીસીએ અને તમામ હિતધારકોનો આભાર માનીએ છીએ જેમણે જેટ એરવેઝને ફરીથી શરૂ કરવા માટે જાલાન-કાલરોક કન્સોર્ટિયમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ અંગે વધુમાં જણાવ્યું કે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ જેટ એરવેઝના પુનરુત્થાન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ માટે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ એરલાઇનને સફળ બનાવવા માટે વ્યૂહરચના વિકસાવવા માટે તમામ સત્તાવાળાઓ, ઉદ્યોગો અને હિતધારકો સાથે મળીને કામ કરશે.
25 વર્ષથી વધુ સમય સુધી સતત ઉડાન ભર્યા પછી, જેટ એરવેઝ 17 એપ્રિલ, 2019 ના રોજ નબળી નાણાકીય સ્થિતિને કારણે બંધ કરવામાં આવી હતી. જૂન 2019 માં, કંપનીની નાદારીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. આ પછી, NTLT દ્વારા જાલાન-કાલરોક કન્સોર્ટિયમને આ એરલાઇનને ફરીથી શરૂ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ત્યારથી કોન્સોર્ટિયમ તેને ફરી શરુ કરવા માટે કામ કરી રહ્યું છે. આ માટે કંપનીએ કર્મચારીઓની ભરતી પણ કરી છે.

Total Visiters :117 Total: 678879

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *