ભારતની માથાદીઠ આવક 2030 સુધીમાં 4000 ડોલર પર પહોંચશે

Spread the love

છેલ્લા 20 વર્ષમાં ભારતની માથાદીઠ આવકમાં ઝડપથી વધારો, 2001માં તે 460 ડોલર હતી, જે વધીને 2011માં 1,413 ડોલર અને 2021માં 2,150 ડોલર થઇ


નવી દિલ્હી
ભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન ઇકોનોમિક લક્ષ્યાંકને હાંસલ કરવા આગળ વધતી જાય છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમાં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.તો આજ દિશામાં એક અભ્યાસ દ્વારા એવું પણ સામે આવ્યું છે કે ભારતની માથાદીઠ આવક 70 ટકા થી વધીને એફવાય2030 સુધીમાં 4,000 ડોલર સુધી પહોંચી જશે, જે એફવાય2023માં માથાદીઠ આવક 2,450 ડોલર જોવા મળે છે. તેના કારણે ભારતની જીડીપીને પણ મોટો ટેકો મળશે અને તે 6 ટ્રિલિયન ડોલરની આસપાસ પહોંચી જશે. આ સમયગાળા દરમિયાન ભારતના અડધાથી વધુ જીડીપી સ્થાનિક વપરાશમાંથી આવશે.
છેલ્લા 20 વર્ષમાં ભારતની માથાદીઠ આવકમાં હાલ ઝડપથી વધારો થયો છે. 2001માં તે 460 ડોલર હતી, જે વધીને 2011માં 1,413 ડોલર અને 2021માં 2,150 ડોલર થઇ ગઈ હતી.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારતની નિકાસ ઝડપથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. તે નાણાકીય વર્ષ 2022-23માં 1.2 ટ્રિલિયન ડોલરથી 2030 સુધીમાં 2.1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. જ્યારે ભારતની અર્થવ્યવસ્થાનું કદ 3.5 ટ્રિલિયન ડોલર હતું. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ભારતમાં સ્થાનિક વપરાશ પણ ઝડપથી વધશે અને તે 2030 સુધીમાં 3.4 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે, જે નાણાકીય વર્ષ 2022-23માં 2.1 બિલિયન ડોલર છે.
ગયા અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ સુનિશ્ચિત કરશે કે તેમના આગામી કાર્યકાળ દરમિયાન અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને, જે યુએસ અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. હાલમાં જાપાન ત્રીજા અને જર્મની ચોથા ક્રમે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. 2030 સુધીમાં, દેશના જીડીપીના 20 ટકા તેલંગાણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશમાંથી આવશે અને 2030 સુધીમાં આ રાજ્યોની માથાદીઠ આવક 6000 ડોલરની નજીક હશે. યુપી અને બિહાર જ્યાં દેશની કુલ વસ્તીના 25 ટકા લોકો રહે છે. ત્યાં 2030 પછી પણ માથાદીઠ આવક 2000 ડોલરની નીચે રહેશે.

Total Visiters :123 Total: 678973

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *