બ્રૂકફિલ્ડે ઓસ્ટ્રેલિયામાં ઓનશોર રિન્યુએબલ પાવર અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે એમઓયુ કર્યા

Spread the love

મુંબઈ

બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે ફોર્ચ્યુન 500 કંપની અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી એન્ટરપ્રાઈઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ઑસ્ટ્રેલિયામાં રિન્યુએબલ એનર્જી અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન કરવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

એમઓયુનો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયાના ઊર્જા ક્ષેત્રના પરિવર્તનને વેગ આપવા અને જોખમોને દૂર કરવાનો છે તથા તેને સ્થાનિક રીતે સ્વચ્છ ઊર્જાના સાધનો જેમ કે પીવી મોડ્યુલ, લાંબો સમય ચાલે તેવા બેટરી સ્ટોરેજ અને પવન ઊર્જા માટેના સાધનોનું ઉત્પાદન કરવામાં સક્ષમ બનાવે.

એમઓયુની શરતો હેઠળ બ્રૂકફિલ્ડ ઓસ્ટ્રેલિયાના નેટ ઝીરો લક્ષ્યાંકો માટેના પરિવર્તનને સરળ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સીધા મૂડી રોકાણ અને કૌશલ્ય, જ્ઞાન તથા નિપુણતા માટેની તકો શોધવા માટે રિલાયન્સ સાથે કામ કરશે.

ઑરિજિન એનર્જી માર્કેટ્સ સહિત બજારમાં અન્ય તમામ ખેલાડીઓ માટે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા સાધનો બનાવવા/અથવા એસેમ્બલ કરવા માટે ઑસ્ટ્રેલિયામાં અદ્યતન કામગીરીની સ્થાપના કરવાના હેતુસર રિલાયન્સ અને બ્રૂકફિલ્ડ મૂલ્યાંકન કરશે. રિલાયન્સ સોલર પેનલ ટેક્નોલોજી અને લાંબો સમય ચાલે તેવી બેટરી સ્ટોરેજ ટેક્નોલોજીમાં અનન્ય કુશળતા ધરાવે છે. હાલમાં ભારતમાં વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઓમાંની એક ફેસિલિટી સ્થાપવા માટેની રિલાયન્સની કામગીરી ચાલુ છે.

રિલાયન્સ સાથેના એમઓયુ બ્રૂકફિલ્ડ દ્વારા વૈશ્વિક ઉત્પાદન ટેકનોલોજી અને નિપુણતાને ઓસ્ટ્રેલિયામાં લાવવા માટે હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલોમાંની એક છે. આ વર્ષે માર્ચમાં તેણે ઓરિજિન એનર્જી હસ્તગત કરવા માટે ઇઆઇજી સાથે બંધનકર્તા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સૂચિત હસ્તાંતરણ માટે હાલ સંબંધિત મંજૂરીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. ઓરિજિન એનર્જી માર્કેટ ડિવિઝનના સૂચિત હસ્તાંતરણના ભાગરૂપે બ્રૂકફિલ્ડ તેના સંસ્થાકીય ભાગીદારો અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો જીઆઇસી અને ટેમાસેકે તેની ઊર્જા સ્ત્રોતના પરિવર્તનને વેગ આપવા માટે આગામી દસ વર્ષમાં 20 બિલિયનથી 30 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર જેટલું રોકાણ કરવાની યોજના તૈયાર કરી છે.

રિલાયન્સ સાથેના એમઓયુ પાછળનો હેતુ ઓસ્ટ્રેલિયામાં 14 ગીગાવોટ સુધીની વિશાળ ઉત્પાદન અને સ્ટોરેજ ક્ષમતા માટે જરૂરી સ્વચ્છ ઊર્જાના સાધનોની આપૂર્તિ અને પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. બ્રૂકફિલ્ડ માટે હાથ ધરાયેલું સ્વતંત્ર વિશ્લેષણ દર્શાવે છે કે ઊર્જા પરિવર્તન માટે ઓનશોર સોવેરિન મેન્યુફેક્ચરિંગ ક્ષમતાની સ્થાપના અંદાજે 18,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે, તેનાથી ન્યુ સાઉથ વેલ્સમાં હન્ટર વેલી અને વિક્ટોરિયામાં લા ટ્રોબ વેલી જેવા ઘણા વિસ્તારોમાં ઊર્જા પરિવર્તનનોથી સૌથી વધુ લાભ મળશે.

ઑસ્ટ્રેલિયાના બ્રૂકફિલ્ડ રિન્યુએબલ હેડ લ્યુક એડવર્ડ્સે જણાવ્યું હતું કે: “ઓસ્ટ્રેલિયામાં ઉત્પાદનનો ગૌરવપૂર્ણ ઇતિહાસ રહ્યો છે અને કાચો માલ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ ઉદ્યોગ હાલમાં કિંમતોની દૃષ્ટિએ સ્પર્ધાત્મક નથી. ઊર્જા સ્ત્રોતનું પરિવર્તન અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓ ઓસ્ટ્રેલિયાના ઑફશોર પર લાવવાની એક તક ઉભી કરે છે, તેનાથી ઑસ્ટ્રેલિયાના કાર્બન ઉત્સર્જનને ઝડપથી ઘટાડવામાં મદદ મળશે અને રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપવા તથા ઊર્જા પરિવર્તન માટે નિર્ણાયક સાધનોનો પુરવઠો સુરક્ષિત કરશે. અમે સ્થાનિક મેન્યુફેક્ચરિંગમાં નવા યુગની શરૂઆત કરવામાં મદદ કરવા માંગીએ છીએ, તે સ્થાનિક રિન્યુએબલ ડેવલપર્સને લાભકર્તા બનશે, તેમાં ઓરિજિન એનર્જી માર્કેટ્સ અને ઑસ્ટ્રેલિયાની આસપાસના ઘણા હિતધારકોનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયાના 2030માં ઉત્સર્જન ઘટાડવાના પ્રાથમિક લક્ષ્યો સુધી પહોંચવા માટે સતત ઘટતી સમયમર્યાદાને જોતાં અમે મેન્યુફેક્ચરિંગમાં આ પ્રકારની વૈશ્વિક ભાગીદારી હવે સ્થાપિત કરી રહ્યા છીએ.”

રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે: “રિલાયન્સમાં અમે વૈશ્વિક સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમ તૈયાર કરવાના મિશન માટે નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છીએ જે માનવતા માટે ફાયદાકારક અને પ્રકૃતિ સાથે સુસંગત છે. તેના માટે રિલાયન્સ ભારતમાં તથા વૈશ્વિક સ્તરે ખૂબ જ ઉત્સાહ અને જુસ્સા સાથે રોકાણની તકો શોધી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે રિલાયન્સ અને બ્રૂકફિલ્ડ ઑસ્ટ્રેલિયામાં ગ્રીન એનર્જી ઉત્પાદનના માર્ગો શોધશે, તેનાથી નેટ ઝીરો ફ્યૂચર તરફ દેશના પરિવર્તનને વેગ મળશે અને વૈશ્વિક ગ્રીન એનર્જી અભિયાનને પ્રોત્સાહન મળશે.”

અમેરિકાના નેવાડામાં US$30 બિલિયન ઇન્ટેલ ચિપ પ્લાન્ટમાં રોકાણ સહિતની આવશ્યક તથા વ્યૂહાત્મક ઉત્પાદન પ્રક્રિયાઓને પુનઃસ્થાપિત કરવાના મોટા પાયાના રોકાણો અને તેના જેવી સપ્લાય ચેઇન તૈયાર કરવાના નવીન અભિગમ થકી બ્રૂકફિલ્ડ આ ઉત્પાદન પહેલોને સમર્થન આપવા માટે પોતાને અનોખા સ્થાને સ્થાપિત કરે છે.

Total Visiters :637 Total: 1378403

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *