કોલેજોમાં એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ટેક્ષેશનનું શિક્ષણ અપાશે

Spread the love

શરૂઆતમાં ગુજરાત કોમર્સ કોલેજ, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ ઈવનીંગ કોલેજ, આર. સી કોલેજ, કે.કે.શાસ્ત્રી કોમર્સ કોલેજ, અને ગર્વમેન્ટ કોમર્સ કોલેજ-ગાંધીનગરમાં આ કોર્સ શરૂ કરાશે


અમદાવાદ
ગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી કોમર્સ કોલેજો અને 170 કોમર્સ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં અન્ડર ગ્રેજ્યુએટ્સ માટે સર્ટિફિકેટ ઇન એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ટેક્ષેશનનાં વોકેશનલ કોર્સ માટે આઈસીએઆઈ દ્વારા તાલીમબધ્ધ ફેકલ્ટી સપોર્ટ પુરા પાડવામાં આવશે. શરૂઆતમાં ગુજરાત કોમર્સ કોલેજ, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ ઈવનીંગ કોલેજ, આર. સી કોલેજ, કે.કે.શાસ્ત્રી કોમર્સ કોલેજ, અને ગર્વમેન્ટ કોમર્સ કોલેજ-ગાંધીનગરમાં આ કોર્સ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.
આ સંદર્ભે ગુજરાત સરકારનાં રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અભિયાન(રૂસા)નાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ ઉચ્ચ ટેકનીકલ શિક્ષણનાં પ્રિન્સિપાલ સેક્રેટરી મુકેશકુમાર, આઈએએસ અને ગુજરાત સરકારનાં ઉચ્ચ શિક્ષણનાં ડાયરેક્ટર તેમજ નોલેજ કન્ઝોટિયમ ગૃપ (કેસીજી)નાં સીઈઓ પી.વી.પંડ્યા અને આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ (ડો). અંજલી ચોક્સી અને સેક્રેટરી સીએ અભિનવ માલવિયા દ્વારા તા. 27 જુલાઈ, 2023નાં રોજ એમઓયુ થયા છે.
આ અંગે માહિતી આપતા આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ (ડો). અંજલી ચોક્સીએ જણાવ્યું હતું કે, આ કોર્સનો સમયગાળો 120 કલાકનો છે. તેમાં બેઝિક અને એડવાન્સ્ડ ટોપિક્સ ઉપરાંત ઇન્કમટેક્ષ, જીએસટી, ટેલિ, એમએસ ઓફિસ, પ્રોજેક્ટ રિપોર્ટ, સ્ટોક માર્કેટ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને અન્ય સ્કીલનો સમાવેશ થાય છે. આ કોર્સથી આજનાં સ્પર્ધાત્મક યુગમાં રોજગારીની તકો સુધરશે.

Total Visiters :238 Total: 851949

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *