વિમાનનું એન્જિન બગડતાં ઈમરજન્સી લેન્ડિંગઃ 180 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા

Spread the love

દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-2433એ ઉડાન ભર્યાના 3 જ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ


પટણા
પટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન બગડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પટણા એરપોર્ટથી ઉડાન ભર્યાની માત્ર ત્રણ જ મિનિટ બાદ આ ખામી સામે આવી હતી જેના પગલે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. પાઈલટે આ દરમિયાન સમજદારીપૂર્વકની કામગીરી કરી હતી.
પટણા એરપોર્ટના ડિરેક્ટરે આ ઘટનાની પુષ્ટી કરી છે. વિમાનમાં સવાર તમામ 180 યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી અપાઈ છે. જોકે વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હોવાના અહેવાલ સામે આવતા જ તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું કે દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-2433એ ઉડાન ભર્યાના 3 જ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની માહિતી આપી હતી. ત્યાર બાદ વિમાનને સવારે 9:11 વાગ્યે પટણા એરપોર્ટ પર જ તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું. એરપોર્ટ પર હાલ તમામ વિમાનોનું સામાન્ય રીતે જ ઓપરેશન ચાલુ છે.

Total Visiters :125 Total: 1093564

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *