સ્ટેટ રેન્કિંગ ટીટીમાં વેદ, વંશ અને યાજત મેઇન ડ્રોમાં

Spread the love

વડોદરા

આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023નો અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ગુરુવારે યાદગાર પ્રારંભ થયો હતો કેમ કે કેટલાક સ્થાનિક ખેલાડીઓએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. પ્રથમ દિવસે યોજાયેલા ક્વલિફાઈંગ રાઉન્ડમાં વેદ પંચાલ, વંશ મોદી અને યાજત રાવલે અંડર-17 અને અંડર-15 કેટેગરીમાં મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડના ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઈ છે.

2019 બાદ પહેલી વાર કોઈ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ વિવિધ કેટેગરીમાં 640 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અગાઉ રાજકોટ ખાતેની સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં 632 ખેલાડીએ ભાગ લીધો હતો.

અંડર-17 કેટેગરીમાં યાજતને સુરતના મંથન સિસોદિયાના મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેણે આક્રમક રમત દાખવીને અંડર-17 કેટેગરીમાં યાજતને સુરતના મંથન સિસોદિયાના મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેણે આક્રમક રમત દાખવીને 11-7, 9-11, 11-8, 8-11, 11-6થી મેચ જીતી લીધી હતી. તેનાથી વિપરીત અંડર-15ની ક્વોલિફાઈંગ મેચમાં યાજતને જીતવા માટે નવસારીના સમર્થ ધિમ્મર સામે માત્ર ત્રણ ગેમની જરૂર પડી હતી અને અંતે તેણે 11-4, 11-8, 11-7થી વિજય હાંસલ કરી લીધો હતો.

દરમિયાન વેદ પંચાલની મેચ આસાન રહી હતી. અંડર-17ની ક્વોલિફાઇંગ મેચમાં વેદ પંચાલે એક ગેમ ગુમાવી હતી પરંતુ ત્યાંથી તેણે વળતો પ્રહાર કરીને આણંદના સૈયદ મોહમ્મદ સુઝાન સામે 10-12, 11-4, 11-5, 11-3થી વિજય હાંસલ કર્યો હતો. અંડર-15ની મેચમાં વેદે જુનાગઢના અર્જુન વલોદરા સામે 11-2 11-3 11-3ના વિજયમાં આઠ પોઇન્ટ જ ગુમાવ્યા હતા.
આ ઉપરાંત વંશ મોદીએ પણ મેઇન ડ્રોમાં સ્થાન હાંસલ કર્યું હતું. તેણે સુરતના આરવ પટેલને 11-5 11-6 11-5થી તથા કચ્છના રેહાંશ સિંઘવીને 11-4 11-4 11-3 હરાવીને અનુક્રમે અંડર-17 અને અંડર-15 ક્વલિફાઈગ મેચ જીતી હતી.

દરમિયાન અંડર-17ના ક્રમાંકો જાહેર કરાયા હતા. અમદાવાદનો હિમાંશ દહિયા મોખરાના ક્રમે છે જ્યારે ભાવનગરનો ધ્યેય જાની બીજા અને અરાવલ્લીનો જન્મેજય પટેલ ત્રીજા ક્રમે છે. અંડર-15માં પણ અમદાવાદી આગળ છે. મોખરાના ક્રમે માલવ પંચાલ છે તો સુજલ કુકડિયા અને આર્ય કટારિયા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

પરિણામો :
અંડર-17 બોયઝ ક્વા. ફાઇનલ રાઉન્ડઃ વિવાનસિંહ ઘારિયા જીત્યા વિરુદ્ધ ધ્રુવ બાંભાણી
દરમિયાન અંડર-17ના ક્રમાંકો જાહેર કરાયા હતા. અમદાવાદનો હિમાંશ દહિયા મોખરાના ક્રમે છે જ્યારે ભાવનગરનો ધ્યેય જાની બીજા અને અરાવલ્લીનો જન્મેજય પટેલ ત્રીજા ક્રમે છે. અંડર-15માં પણ અમદાવાદી આગળ છે. મોખરાના ક્રમે માલવ પંચાલ છે તો સુજલ કુકડિયા અને આર્ય કટારિયા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

અંડર-17 બોયઝ ક્વા. ફાઇનલ રાઉન્ડઃ વિવાનસિંહ ઘારિયા જીત્યા વિરુદ્ધ ધ્રુવ બાંભાણી 6-11, 11-8, 11-5, 11-4; અક્ષર જેઠવા જીત્યા વિરુદ્ધ ધ્રુવ બાંભાણી 9-11, 15-13,11-5,9-11,11-9; તનય શાહ જીત્યા વિરુદ્ધ ભવ્ય જાજુ 11-9, 12-10, 11-4; વંશ દરિયાણી જીત્યા વિરુદ્ધ આરવ સિંઘવી 11-7, 11-7, 11-7; યથાર્થ પટેલ જીત્યા વિરુદ્ધ શાબીર તાપિયા 12-10, 11-7, 8-11, 11-8; તક્ષ કોઠારી જીત્યા વિરુદ્ધ કિર્તન યાદવ 11-4,11-6,11-5; વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ શૌર્ય જરીવાલા 11-1, 5-11, 11-5, 11-6; પલાશ કોઠારી જીત્યા વિરુદ્ધ શૌર્ય જરીવાલા 13-11, 7-11, 9-11, 11-9, 14-12; શાનવિર ગિલ જીત્યા વિરુદ્ધ મલેક મોહમ્મદ સોહન 11-1, 11-6, 11-4; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ સૈયદ મોહમ્મદ સુઝાન 10-12, 11-4, 11-5, 11-3; યુગ પરમાર જીત્યા વિરુદ્ધ જિહાન મકવાણા 11-8, 11-5, 11-8; મંથન સિસોદિયા જીત્યા વિરુદ્ધ રાઘવ વોરા 11-1, 3-11, 11-3, 11-5; યાજત રાવલ જીત્યા વિરુદ્ધ મંથન સિસોદિયા 11-7, 9-11, 11-8, 8-11, 11-6; માધવ ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ક્રિષ્ણવ ગુપ્તા 11-6, 11-7, 11-7; નભ્ય ગોએન્કા જીત્યા વિરુદ્ધ અહાદલી કાઝી 11-3, 12-10, 11-6; લક્ષિત શાંડિલ્ય જીત્યા વિરુદ્ધ વંશ દેવાણી 11-7, 11-5, 11-7; વંશ મોદી જીત્યા વિરુદ્ધ આરવ પટેલ 11-5, 11-6, 11-5; ધ્યાન વસાવડા જીત્યા વિરુદ્ધ વિહાન રાઠોડ 11-7, 11-7, 16-14.

અંડર-15 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડઃ
નૈતિક ચારોડીયા જીત્યા વિરુદ્ધ યશ પ્રતાપસિંઘ 12-10, 14-12, 11-8; ક્રિશય શાહ જીત્યા વિરુદ્ધ શાબીર તાપિયા 11-3, 11-8, 11-4; ધ્યાન વસાવડા જીત્યા વિરુદ્ધ મન લિમ્બાચિયા 11-6, 11-2, 11-7; યથાર્થ પટેલ જીત્યા વિરુદ્ધ ભવ્ય જાજુ 11-8, 11-8, 11-8; અનય બચાવત જીત્યા વિરુદ્ધ અક્ષર જેઠવા 9-11, 11-4, 6-11, 11-9, 11-9; જેનિથ પટેલ જીત્યા વિરુદ્ધ આદિત્ય વર્મા 11-0, 11-2, 11-4; ક્રિશય ભટ્ટ જીત્યા વિરુદ્ધ આદિત્ય ગુપ્તા 11-9,11-8,11-3; Dદિવ્ય ભાવસાર જીત્યા વિરુદ્ધ વિકાસ પરમાર 11-6,11-4,11-7; વંશ શાહ જીત્યા વિરુદ્ધ હેત કામાણી 11-4, 11-8, 11-6; યાજત રાવલ જીત્યા વિરુદ્ધ સમર્થ ધિમર 11-4, 11-8, 11-7;શાનવિર ગિલ જીત્યા વિરુદ્ધ દ્વિજ હિરાણી 7-11, 11-6, 11-4, 8-11, 11-7; પલાસ કોઠારી જીત્યા વિરુદ્ધ દ્વિજ હિરાણી 10-12, 11-7, 9-11, 11-9, 11-8; કહાન પટેલ જીત્યા વિરુદ્ધ જિહાન મકવાણા 10-12, 12-10, 11-9, 11-8; વંશ મોદી જીત્યા વિરુદ્ધ રેહાંશ સિંઘવી 11-4, 11-4, 11-3; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ અર્જુન વલોદરા 11-2, 11-3, 11-3; જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ ક્રિશવ ગુપ્તા 11-6, 11-4, 11-3;

Total Visiters :283 Total: 847265

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *