ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ વુમન્સ ટૂર્નામેન્ટમાં સ્મૃતિ મંધાનાની બીજી ફિફ્ટી

Spread the love

સ્મૃતિએ સધર્ન બ્રેવ્સ ટીમ તરફથી 42 બોલમાં અણનમ 70 રન બનાવ્યા


લંડન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના બેટથી સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ધ હન્ડ્રેડ મહિલા ટુર્નામેન્ટમાં બીજી ફિફ્ટી ફટકારી છે. સ્મૃતિએ સધર્ન બ્રેવ્સ ટીમ તરફથી 42 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. મંધાના ભલે વેલ્શ ફાયર સામે સધર્ન બ્રેવ્સને જીત અપાવવામાં નિષ્ફળ થઇ હોય પરંતુ તેણે ટુર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે બે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વેલ્શ ફાયરે રોમાંચક મુકાબલામાં 4 રનથી જીત મેળવી હતી.
મંધાના ધ હન્ડ્રેડ મહિલા ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત 50થી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. તેણે પાંચ વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. મંધાના ભારતની જેમિમા રોડ્રિગ્સ અને ડેનિયલ વ્યાટ જેમણે અત્યાર સુધી ચાર વખત ફિફ્ટી ફટકારી છે તેમને પાછળ છોડી આગળ નીકળી ગઈ છે. આ સિવાય મંધાનાએ તેની 70 રનની શાનદાર ઇનિંગમાં વધુ એક અદ્ભુત કામ કર્યું છે. ધ હન્ડ્રેડ મહિલા ટૂર્નામેન્ટમાં 500નો આંકડો પાર કરનાર તે પ્રથમ ક્રિકેટર બની છે. તેના પછી ઈંગ્લેન્ડની નતાલી સાયવર (497) સૌથી વધુ રન બનાવ્યા છે.
હેલી મેથ્યુસના 67 રનની મદદથી વેલ્શ ફાયરે 3 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં સધર્ન બ્રેવ્સે 4 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. સધર્ન બ્રેવ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી પરંતુ વેલ્શ ફાયરના મેથ્યુઝે માત્ર 4 રન આપ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા સધર્ન બ્રેવ્સે મજબૂત શરૂઆત કરી હતી. મંધાના અને વ્યાટે પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. વ્યાટના આઉટ થયા બાદ મંધાનાને બીજા છેડેથી સમર્થન મળ્યું ન હતું. મૈયા બાઉચિયર અને ક્લો ટ્રાયને 9-9 રન બનાવ્યા હતા.

Total Visiters :117 Total: 1092582

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *