વિધવાના મંદિર પ્રવેશ પર રોક સામે મદ્રાસ કોર્ટનું આકરું વલણ

Spread the love

મહિલાની પોતાની અલગ ઓળખ હોય છે અને તેને વૈવાહિક દરજ્જાના આધારે કોઈપણ રીતે ઘટાડી ન શકાયઃ કોર્ટ


ચેન્નાઈ
મદ્રાસ હાઈકોર્ટે વિધવા મહિલાઓના પ્રવેશ પર રોક લગાવનારી પ્રથાઓ પર સખત ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, કોઈ પણ સભ્ય સમાજમાં આ પ્રકારની પ્રથા ન હોઈ શકે. કોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે. જેમાં ઈરોડ જિલ્લામાં એક મંદિરમાં જવા અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોલીસ સુરક્ષાની માંગ કરવામાં આવી હતી.
જસ્ટિસ આનંદ વેંકટેશની પીઠને મહિલાએ જણાવ્યું કે, તેમના પતિ મંદિરમાં પૂજારી હતા. જેમનું 28 ઓગષ્ટ 2017ના રોજ મૃત્યુ થઈ ગયુ હતું. મહિલાએ જણાવ્યું કે, તે પોતાના પુત્ર સાથે મંદિરના ઉત્સવમાં ભાગ લેવા અને પૂજા કરવા ઈચ્છતી હતી પરંતુ કેટલાક લોકોએ તેમને એવું કરતા અટકાવી દીધી. અને મહિલાને કહ્યું કે, તે વિધવા હોવાના કારણે મંદિરમાં પ્રવેશ ન કરી શકે. આ સાથે જ મહિલાએ આગામી 09 અને 10 ઓગષ્ટના રોજ મંદિરમાં યોજાનાર ઉત્સવમાં ભાગ લેવા માટે સુરક્ષાની માંગ કરી છે.
પીઠે આ મામલે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આ રાજ્યમાં હજું પણ આ જુની માન્યતા છે કે, જો કોઈ વિધવા મંદિરમાં પ્રવેશ કરે તો તેના કારણે મંદિરમાં અપવિત્રતા થઈ જાય છે. જોકે, આ તમામ મુર્ખતાપૂરણ માન્યતાઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં કેટલાક ગામોમાં તેનો અભ્યાસ ચાલું છે. કોર્ટે આ મામલે આગળ કહ્યું કે, પુરુષોએ આ નિયમો પોતાની સુવિધા માટે બનાવ્યા છે. આ હકિકતમાં એક મહિલાને અપમાનિત કરે છે કારમ કે, તેમણે પોતાનો પતિ ગુમાવ્યો છે.
જસ્ટિસ વેંકટેશે વધુમાં કહ્યું કે, મહિલાની પોતાની અલગ ઓળખ હોય છે અને તેને વૈવાહિક દરજ્જાના આધારે કોઈપણ રીતે ઘટાડી ન શકાય. ખંડપીઠે કહ્યું કે, કાયદાના શાસન દ્વારા સંચાલિત સભ્ય સમાજમાં આવું ક્યારેય ચાલી ન શકે. જો કોઈ વિધવાને મંદિરમાં પ્રવેશતી રોકવા માટે કોઈ દ્વારા આવો પ્રયાસ કરવામાં આવે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.
પીઠે કહ્યું કે, એક મહિલાની પોતાની સ્વતંત્ર ઓળખ હોય છે અને તેને તેમની વૈવાહિક સ્થિતિના આધાર પર કોઈ પણ રીતે ઘટાડી કે, છીનવી ન શકાય. અરજીમાં સામેલ બીજા પક્ષને સંબોધિત કરતા કોર્ટે કહ્યું કે, અરજદાર અને તેમના પુત્રને ઉત્સવમાં સામેલ થવા અને ભગવાનની પૂજા કરવાથી રોકવાનો તેમને કોઈ અધિકાર નથી.
ત્યારબાદ કોર્ટ પોલીસને નિર્દેશ આપ્યો કે, અરજદારને મંદિરમાં પ્રવેશને રોકનારાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે, તેઓ મહિલાને અને તેના પુત્રને મંદિરમાં પ્રવેશ કરવા પર ન રોકે. અને જો આવું કર્યું તો પોલીસ તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરશે. કોર્ટે કહ્યું કે, પોલીસ એ સુનિશ્ચિત કરે કે મહિલા અરજદાર અને તેનો પુત્ર 9 અને 10 ઓગસ્ટના રોજ મંદિર ઉત્સવમાં ભાગ લે.

Total Visiters :123 Total: 1094718

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *