ઈન્ડિયાના ગઢન છતાં લોકસભામાં એનડીએનો ઘોડો વિનમાં રહેવાનાં સંકેત

Spread the love

રાજસ્થાનમાં એનડીએને 21 હિમાચલમાં 3, કર્ણાટકમાં 20, છત્તિસગઢમાં સાત બેઠક મળે એવી સર્વેમાં શક્યતા વ્યક્ત કરાઈ

નવી દિલ્હી

2024ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પ્રાદેશિક પક્ષો પણ તેમની ભૂમિકાને મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. જેથી તેમને યોગ્ય ધ્યાન અને જરૂરિયાત મુજબની ભૂમિકા મળી શકે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત હેટ્રિક મારવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી કેન્દ્રમાં સત્તા મેળવી શકાય.  બીજી બાજુ પીએમ મોદીના વિજયરથને રોકવા માટે ઈન્ડિયા ગઠબંધનના સ્વરૂપમાં દેશના 26 વિપક્ષી દળો એકજૂટ થઈ ચૂક્યા છે. 

વિપક્ષી પાર્ટીઓનું ‘ઈન્ડિયા’ ગઠબંધન અસ્તિત્વમાં આવ્યા બાદ દેશમાં ચૂંટણીનો મૂડ જાણવા માટે એક સરવે હાથ ધરાયો હતો.  જેથી જાણી શકાય કે 2024ની લોકસભા ચૂંટણીને લઈને મતદારો શું વિચારી રહ્યાં છે? આ સર્વેમાં કોંગ્રેસ શાસિત રાજ્યો જેમ કે રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં એનડીએની સ્થિતિ શું છે? કારણ કે આ રાજ્યોમાં કોંગ્રેસ પોતાના દમ પર સત્તા પર છે.

રાજસ્થાનની વાત કરીએ તો અહીં 2019ની ચૂંટણીમાં મોદી લહેરમાં ભાજપે રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકો જીતી લીધી હતી. જ્યારે તાજેતરના એક સરવેમાં આ વખતે એનડીએને નુકસાન થતું દેખાય છે. પરંતુ તેમ છતાં તે વિપક્ષના ગઠબંધન ઈન્ડિયા કરતાં ઘણું આગળ દેખાય છે. સરવે અનુસાર એનડીએને રાજસ્થાનમાં આ વખતે 21 સીટો મળવાની આશા છે.  જ્યારે ઈન્ડિયા ગઠબંધનને કુલ ચાર બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે.

છત્તીસગઢમાં લોકસભાની 11 બેઠકો છે.  તાજેતરના સરવેમાં એનડીએને ગત વખતની સરખામણીમાં નુકસાન થતું જોવા મળી રહ્યું છે. 2019માં એનડીએને 9 બેઠકો મળી હતી. સર્વે મુજબ આ વખતે એનડીએના ખાતામાં 7 સીટો જતી જોવા મળી રહી છે.  જ્યારે ઈન્ડિયા ના ખાતામાં ચાર બેઠકો જવાની આશા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે.

સરવે અનુસાર હિમાચલ પ્રદેશમાં 4 લોકસભા સીટોમાંથી એનડીએને 3 સીટો મળવાની શક્યતા છે. ઈન્ડિયાને એક લોકસભા સીટ મળી શકે છે. 2019માં તમામ 4 સીટો એનડીએને મળી હતી. જોકે 2022 આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. 

દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કોંગ્રેસનો ઉત્સાહ વધી ગયો છે. કોંગ્રેસ રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરે તેવી આશા છે. તાજેતરના સરવે મુજબ એનડીએને રાજ્યમાં 28માંથી 20 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે ઈન્ડિયા ના ખાતામાં 7 સીટ, જ્યારે અપક્ષને એક સીટ મળવાની ધારણા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને તેના ખાતામાં 26 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને જેડીએસને 1-1 સીટ મળી છે.  આ ચાર રાજ્યોમાં લોકસભાની 68 સીટો છે. સર્વે અનુસાર આ વખતે 68 સીટોમાંથી એનડીએને 51 સીટો મળી રહી છે.

Total Visiters :74 Total: 1093641

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *