નૂંહમાં કર્ફ્યુમાં ચાર કલાકની મુક્તિ,એટીએમ કોલવા મંજૂરી

Spread the love

વહીવટીતંત્ર દ્વારા બજાર ખુલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી

નૂંહ

નૂંહમાં ઉપદ્રવીઓના તાંડવ બાદ ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે પરંતુ હજું પણ નૂંહમાં કર્ફ્યૂ યથાવત છે. કર્ફ્યૂથી લોકોને રાહત આપવા માટે તંત્રએ 4 કલાકની છૂટ આપી છે. વહીવટી તંત્રએ 8 ઓગષ્ટ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો છે.

જિલ્લાની તમામ શાકમાર્કેટ સવારે 6:00 વાગ્યાથી ખોલવામાં આવી છે. મંડીઓમાં અર્ધલશ્કરી દળ પણ તૈનાત છે. વહીવટીતંત્રે આજે કેટલીક બેંક શાખાઓ અને એટીએમ ખોલવાની મંજૂરી પણ આપી દીધી છે. બેંક અને એટીએમ આજે સવારે 10:00 વાગ્યા પછી જ ખુલશે. વહીવટીતંત્ર દ્વારા બજાર ખુલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નૂંહ જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો હતો કે, સોમવારે સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી (ફક્ત 4 કલાક) જનતાની અવરજવર માટે નૂહમાં કર્ફ્યુ હટાવી દેવામાં આવશે. આનાથી લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે.

હરિયાણાના નૂંહમાં 31 જુલાઈએ હિંસક અથડામણ બાદ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હવે 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરિયાણાના નૂંહમાં વોઈસ કોલને છોડીને મોબાઈલ નેટવર્ક પર પ્રદાન કરવામાં આવતી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ વગેરેનું સસ્પેન્શન 8 ઓગસ્ટ 2023 સુધી લંબાવવામાં આવ્યું છે.

Total Visiters :92 Total: 711397

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *