મુંબઈના સરફરાઝ ખાને કાશ્મીરની યુવતી સાથે લગ્ન કર્યા

Spread the love

સરફરાઝની દુલ્હનનું નામ રોમાના ઝહૂર છે, તેમના લગ્ન કાશ્મીરના શોફિયા જિલ્લાના પશપોરા ગામમાં થયા

મુંબઈ

આઈપીએલના સ્ટાર ખેલાડી સરફરાઝ ખાને લગ્ન કરી લીધા છે. મુંબઈમાં જન્મેલા 25 વર્ષીય સરફરાઝે એક કાશ્મીરી યુવતી સાથે લગ્ન કર્યા છે. સરફરાઝની દુલ્હનનું નામ રોમાના ઝહૂર છે. તેમના લગ્ન કાશ્મીરના શોફિયા જિલ્લાના પશપોરા ગામમાં થયા હતા. સરફરાઝ ખાનના લગ્નના કેટલાક વીડિયો અને ફોટો સામે આવ્યા છે. સરફરાઝ ખાન ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટનો સ્ટાર ખેલાડી છે. તેણે આઈપીએલમાં પણ ધૂમ મચાવી હતી. હાલમાં તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. પરંતુ કમનસીબે સારું પ્રદર્શન કરવા છતાં સરફરાઝ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો.

સરફરાઝે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ નથી કર્યું. તે ભારતીય અંડર-19 ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે આઈપીએલમાં તે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પણ રમી ચૂક્યો છે. સરફરાઝ લગ્ન દરમિયાન બ્લેક ડ્રેસમાં જોવા મળ્યો હતો. જ્યારે તેની દુલ્હનએ લાલ અને સોનેરી રંગનો લહેંગા પહેર્યો હતો. સરફરાઝે આ લગ્ન ગુપ્ત રીતે કર્યા છે. પરંતુ તેમના લગ્નના કેટલાક વીડિયો અને ફોટો સામે આવ્યા છે. એક વીડિયોમાં સરફરાઝ પહેલા તેની દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવે છે. આ પછી તેને વીંટી પણ પહેરાવે છે. આ દરમિયાન સરફરાઝ તેની દુલ્હનના માથા પર કિસ કરે છે. આ પછી તેની દુલ્હન તેણે પણ વીંટી પહેરાવે છે.

સરફરાઝની દુલ્હન રોમાના ઝહૂરના માતા-પિતા અને બહેનના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં તેના પિતા અને બહેને જણાવ્યું હતું કે કેવી રીતે રોમાના સરફરાઝને દિલ્હીમાં મળી અને બંને વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ થયો. આ પછી સરફરાઝના પરિવારજનોએ લગ્નની વાત કરવા તેમનાં ઘરે આવ્યા હતા. રોમાનાની બહેને કહ્યું કે અમને બિલકુલ અપેક્ષા નહોતી કે આટલો સારો છોકરો મળશે. તેણે જણાવ્યું કે રોમાના દિલ્હીમાં MSCનો અભ્યાસ કરતી હતી. સરફરાઝનો પિતરાઈ ભાઈ પણ રોમાના સાથે ભણતો હતો. રોમાના એક વાર મેચ જોવા ગઈ હતી. સરફરાઝના પિતરાઈ ભાઈએ જ સરફરાઝનો રોમાના સાથે પરિચય કરાવ્યો હતો. આ પછી સરફરાઝે પિતરાઈ ભાઈને સીધું જ કહી દીધું હતું કે તેણે રોમાના સાથે લગ્ન કરવા છે. આ પછી મામલો પરિવાર સુધી પહોંચ્યો અને આ સંબંધ નક્કી થઈ ગયો.

Total Visiters :96 Total: 681719

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *