રાજસ્થાન પોલીસની 354 ટીમના દરોડામાં 764 આરોપી ઝડપાયા

Spread the love

764માંથી 179 ગુનેગારો કાયમી વોરંટ, ઈનામી ગુનેગારો અને ધરપકડ વોરંટમાં વોન્ટેડ છે, 1575 પોલીસ અધિકારીઓ અને જવાનોએ 1462 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા
બીકાનેર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ બીકાનેર રેંજમાં ફરી ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં જુદા જુદા ગુનાઓમાં 764 ગુનેગારોને દબોચી લીધા છે. આઈજી ઓમપ્રકાશે જણાવ્યું કે, રેંજના ચારેય જિલ્લામાં 1575 પોલીસ અધિકારીઓ અને જવાનોની 354 ટીમોએ 1462 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 764 આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયા છે. તેમણે જણાવ્યું કે, 764માંથી 179 ગુનેગારો કાયમી વોરંટ, ઈનામી ગુનેગારો અને ધરપકડ વોરંટમાં વોન્ટેડ છે.
ઉપરાંત રોમીયો સામે કાર્યવાહી દરમિયાન 379 બદમાશોની પણ ધરપકડ કરવામાં આવી છે. આર્મ્સ એક્ટ હેઠળ કુલ 5 ગુનેગારોને દબોચી લેવાયા છે. આ પાંચેય આરોપીઓ પાસેથી 4 ફાયર હથિયાર, 9 કારતુસ, 4 કાપા અને એક ધારદાર હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ 34 સામે કેસ દાખલ કરાયા અને 39 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત કાર્યવાહી દરમિયાન જુગાર એક્ટ હેઠળ 57 ગુનેગારોની ધરપકડ કરી કુલ 94325 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી અશોક ગહેલોતે તાજેતરમાં જ પોલીસ વિભાગની બેઠકમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સીએમએ પોલીસને આદેશ આપતા કહ્યું હતું કે, વાતાવરણ ડહોળનારા ગુનેગારો સામે તેમજ યુવતીઓની પજવણી કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે. તેમણે ડીજીપીને આદેશ આપતા કહ્યું હતું કે, યુવતીની પજવણી કરનારા રોમીયોના નામ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટાફ સિલેકશન બોર્ડને મોકલવામાં આવે, જેથી ભવિષ્યમાં તેમને કોઈપણ સરકારી નોકરીની તક ન મળે. અમે રાજસ્થાનમાં કોઈપણ સંજોગોમાં રોમીયોગીરીને બિલકુલ ચલાવી નહીં લઈએ.

Total Visiters :102 Total: 1093894

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *