સતત બીજી ટી20માં હારથી સંજૂ સેમસનને નિવૃત્તી લેવાની ફેન્સની સલાહ

Spread the love

પ્રથમ બે ટી20 મેચમાં ન તો ઈશાન ચાલી રહ્યો છે, ન તો શુભમન ગિલ, પરંતુ સોશ્યલ મીડિયા સૌથી વધુ ચર્ચામાં રહેનારા સંજૂ સેમસને ખૂબ નિરાશ કર્યા

બોર્બાડોસ

ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામે 2 ટેસ્ટ મેચ, 3 વનડે મેચ અને 5 ટી20 મેચોની સિરીઝ રમવાની છે. ટેસ્ટ અને વનડે સિરીઝ જીત્ય બાદ ભારતીય ટીમને પ્રથમ ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝે 4 રનથી હરાવ્યું હતું. આ દરમિયાન સિરીઝની બીજી ટી20 મેચ ગઈકાલે ગુયાનામાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજી હાર બાદ ક્રિકેટ ચાહકો ભારતના એક ખેલાડી પર ખુબ જ ભડક્યા હતા.

વિન્ડીઝ સામે ચાલી રહેલી સિરીઝમાં ભારતીય મેનેજમેન્ટ ખેલાડીઓને ફરી પોતાના પગ જમાવવાની તક આપી રહ્યું છે, પરંતુ ટોપ ઓર્ડરે પ્રથમ બે ટી20 મેચમાં નિરાશ કર્યો છે, ન તો ઈશાન ચાલી રહ્યો છે, ન તો શુભમન ગિલ, પરંતુ સોશ્યલ મીડિયા અને ફેન્સ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેનારા સંજૂ સેમસને ઘણા નિરાશ કર્યા છે. પ્રથમ ટી20 મેચમાં 12 રન બનાવનાર સેમસન ગઈકાલની મેચમાં પાંચમા નંબર પર ઉતર્યો હતો અને તે માત્ર સાત રન જ બનાવી શક્યો હતો. આ પછી સોશ્યલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો ખૂબ જ જોરદાર રીતે ફાટી નીકળ્યો હતો. એક પ્રશંસકે તો ત્યાં સુધી કહી દીધું કે તમે નિવૃત્ત થઈ જાઓ તો સારું રહેશે.

Total Visiters :138 Total: 851931

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *