પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીનું બાલ્કનીમાંથી પડતાં મોત

Spread the love

યુવક તેની પ્રેમિકાને મળવા પિત્ઝા ડિલિવરી બોય તરીકે ઘરમાં ઘૂસ્યો હતો પણ યુવતીના પિતા જાગી જતાં બાલ્કનીમાં સંતાવવા જતાં પટકાયો

હૈદરાબાદ

ગર્લફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ યુવક પહોંચ્યો હતો. જ્યાં છોકરીના ઘરે ત્રીજે માળ ચઢીને તે ગયો હોવાની માહિતી મળી રહી છે. પરંતુ અચાનક કઈક અવાજ થતા તેના પિતા જાગી ગયા હતા. આથી કરીને પોતાને છુપાવવા માટે તે બાલ્કની પાસે ગયો અને જોતજોતામાં તેનો પગ લપસતા મોટી દુર્ઘટના ઘટી હતી. તે સીધો નીચે પટકાઈ ગયો અને મોત નીપજતા બંને પરિવારોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ ઘટના હૈદરાબાદની છે, જ્યાં યુવકે મોડી રાત્રે પિત્ઝા ખરીદી તેની ગર્લફ્રેન્ડને મળવાનો નવો જ પ્લાન બનાવ્યો હતો. પોતે જાણે ડિલિવરી બોય છે એમ દર્શાવી તે છોકરીના ઘર પાસે પહોંચી ગયો હતો. જ્યાં બિલ્ડિંગ અંદર તો તેને પિત્ઝા ડિલિવરી બોય તરીકે એન્ટ્રી મળી ગઈ હતી. ત્યારપછીથી તેણે પાઈપના કે અન્ય કોઈ વસ્તુના સહારે ત્રીજા માળ પર ચઢવાનું શરૂ કરી દીધું હતું.
નોંધનીય છે કે યુવક ત્યારપછી ત્રણ માળના મકાનની કેબિનના ધાબે ચઢી ગયો હતો. જ્યાં બંને ગર્લફ્રેન્ડ અને યુવક વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી. તેવામાં ધાબે બંને ઘણુબેઠા પરંતુ અચાનક કઈક અવાજ આવ્યો અને છોકરીના પિતા જાગી ગયા હતા. તેઓ પણ ઉપરના માળ પર આવતા જોઈને યુવતીએ યુવકને ત્યાં છુપાઈ જવા જણાવ્યું હતું. આથી કરીને યુવક પણ ગભરાઈ ગયો અને દોડીને ત્રીજા માળના ધાબાના ખૂણા પાસે ઊભો રહી ગયો હતો.
છોકરીના પિતા ઉપર માળ પર આવી ગયા હતા. જેથી કરીને યુવક વધારે ગભરાઈ ગયો અને જોતજોતામાં તેનો પગ ખૂણામાંથી લપસી ગયો હતો. તેવામાં હવે નીચે પડતા સમયે તેનો સંપર્ક વીજળીના તાર સાથે પણ થયો હતો. જેથી કરીને તેને ઘણી ઈજા પહોંચી એટલું જ નહીં નીચે પટકાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચી અને બેભાન થઈ ગયો હતો. આ અંગે ત્યારપછી છોકરીએ તેના પિતાને જણાવ્યું અને યુવકના પરિવારને પણ સંપર્ક સાધી બોલાવી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. અત્યારે આ ઘટનાક્રમનો કેસ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Total Visiters :108 Total: 681679

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *