અભિનેતા પ્રકાશ રાજના કાર્યક્રમ બાદ છાત્રોએ હોલ ગૌમૂત્રથી સાફ કર્યો

Spread the love

સાઉથ એક્ટર પ્રકાશ રાજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવી રહ્યા છે, તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે ભાજપ ધર્મના નામે લોકોને ડરાવે છે


શિવમોગા
સાઉથ સિનેમાના જાણીતા કલાકાર અને બોલીવૂડમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવવા માટે પ્રખ્યાત એક્ટર પ્રકાશ રાજ તાજેતરમાં એક કાર્યક્રમ માટે કર્ણાટકના શિવમોગામાં આવેલી એક કોલેજ પહોંચ્યા હતા. મળેલા અહેવાલ અનુસાર કોલેજના વિદ્યાર્થીઓએ તેમના ગયા પછી ગૌમૂત્રથી કેમ્પસ સાફ કર્યું હતું. કોલેજની અંદરના એક હોલમાં ‘ડાયલોગ ઓન થિયેટર, સિનેમા એન્ડ સોસાયટી’ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક ખાનગી કાર્યક્રમ હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો વિરોધ કરતાં પૂછ્યું હતું કે કેમ્પસમાં ખાનગી કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય ઘણા લોકોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. મામલો વધતો જોઈને પોલીસે વિદ્યાર્થીઓ અને બહારના લોકોને બેરિકેડ લગાવીને કોલેજમાં પ્રવેશતા અટકાવ્યા હતા. શિવમોગાના એસપીએ જણાવ્યું હતું કે વિરોધ કરનારાઓમાં વિદ્યાર્થીઓ અને બહારના લોકો સામેલ હતા. બહારના લોકો અહીં કેવી રીતે પહોંચ્યા તે જાણી શકાયું નથી. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ એક્ટર પ્રકાશ રાજનો કાર્યક્રમ પૂરો થયા બાદ કેમ્પસને ગૌમૂત્રથી શુદ્ધ કરવાનો દાવો કર્યો છે.
સાઉથ એક્ટર પ્રકાશ રાજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે ભાજપ ધર્મના નામે લોકોને ડરાવે છે. વર્ષ 2017માં પ્રકાશ રાજનું એક ટ્વિટ ખૂબ વાયરલ થયું હતું, જેમાં તેણે પૂછ્યું હતું કે, ‘જો નૈતિકતાના નામ પર યુવક-યુવતીઓ સાથે લડવું એ આતંક નથી, તો શું છે. લિંચિંગના નામે કાયદો હાથમાં લેવો એ આતંકવાદ નથી તો શું છે. કોઈને અપશબ્દો બોલીને ટ્રોલ કરવું અને તેમને ચૂપ કરી દેવા એ આતંકવાદ નથી, તો પછી શું છે.’

Total Visiters :121 Total: 852116

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *