ભારત-વિન્ડીઝ બાકીની બે ટી20 ફ્લોરિડામાં રમાશે

Spread the love

ભારત શ્રેણીમાં પ્રથમ બે ટી20 ગુમાવ્યા બાદ ત્રીજી મેચમાં વિજય સાથે 2-1થી પાછળ છે


નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની ટી20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની 3 મેચ રમાઈ ચુકી છે. ત્રીજી ટી20 મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટે હરાવ્યું હતું. આ હર બાદ પણ વેસ્ટ ઇન્ડીઝની ટીમ 2-1 સાથે લીડમાં છે. હવે સિરીઝની ચોથી મેચ 12 ઓગસ્ટે રમાશે પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં આખી સિરીઝ નહી રમે. આ સિરીઝની બે ટી20 મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલમાં રમાશે. ટી20 સીરીઝની પ્રથમ બે મેચમાં ભારતનો પરાજય થયો હતો, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ગુયાનામાં 7 વિકેટે જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી હતી.
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની વનડે સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. સિરીઝની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે જીત મેળવી હતી. આ પછી બીજી વનડે બાર્બાડોસમાં જ રમાઈ હતી, જે વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે જીતી હતી. ત્રિનિદાદમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતે 200 રનના વિશાળ અંતરથી સિરીઝ જીતી લીધી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0થી હરાવ્યું હતું. સિરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાઈ હતી જે ભારતે એક ઇનિંગ અને 141 રને જીતી હતી. વરસાદ અને ખરાબ હવામાનને કારણે બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

Total Visiters :159 Total: 1362164

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *