સરકારે આઠ યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ લાદી દીધો

Spread the love

સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે તેમા પણ ખોટા સમાચારને લઈને સરકારે ખુબ જ કડક વલણ અપનાવ્યું


નવી દિલ્હી
સરકારે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા આઠ યુટ્યુબ ચેનલો બંધ કરી દીધી છે. સરકારે ગઈકાલે કહ્યું કે તેણે લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પ્રતિબંધ જેવા ખોટા સમાચાર ફેલાવવા પર આઠ ચેનલોને પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે તેમા પણ ખોટા સમાચારને લઈને સરકારે ખુબ જ કડક વલણ અપનાવ્યું છે જેમાં ભ્રામક માહિતી અને ફેક ન્યુઝ ચલાવતી 8 યુટ્યુબ ચેનલો પર કડક પગલા લેતા બંધ કરી દીધી છે. કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગઈકાલે કહ્યું હતું કે કોઈપણ તથ્યો વિના અને સમય પહેલા જ લોકસભા ચૂંટણીની જાહેરાત કરવાનું તેમજ વોટિંગ મશીનો સંબંધિત ખોટા સમાચાર ફેલાવતી આઠ ચેનલો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર જેના પર કાર્યવાહી કરવામાં આવી છે તે યુટ્યુબ ચેનલો ભારતીય સેના, રાષ્ટ્રપતિ-વડાપ્રધાન તેમજ સરકારી યોજનાઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ યુટ્યુબ ચેનલો પાસે મિલિયન સબસ્ક્રાઈબર્સ હતા. આ યુટ્યુબ ચેનલોના વીડિયોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આ ચેનલોમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ ચેનલો પરના ફેક ન્યૂઝની હકીકત તપાસી છે. અધિકારીઓએ જણાવ્યું કે જે ચેનલો પર કાર્યવાહી કરવામાં આવી છે તેના 2 કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. સરકારે આ અગાઉ પણ ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવતી ઘણી યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે.

Total Visiters :105 Total: 1092308

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *