શરૂઆતી ઘટાડા બાદ માર્કેટમાં રિક્વરી જોવા મળી, મિડકેપ ઇન્ડેક્સ રેકોર્ડ ઉંચાઇ પર બંધ, રિયલ્ટી, બેન્કિંગ શેરો પર દબાણ જોવા મળ્યું
મુંબઈ
આજે ફરી એકવાર મામૂલી વધારા સાથે શેર માર્કેટમાં બંધ થયુ છે. આજે સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટમાં ક્લૉઝિંગ સમયે બીએસઇ સેન્સેક્સમાં 149 પૉઇન્ટ અને નિફ્ટીમાં 61 પૉઇન્ટનો ઉછાળો આવ્યો હતો. આજના દિવસના કારોબારના અંતે સ્ટૉક માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો, બીએસઇ સેન્સેક્સ આજે 0.23 ટકાના વધારા અને 149.31 પૉઇન્ટના ઉછાળા સાથે 64,995.81 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી કારોબારી દિવસના અંતે 0.32 ટકાના વધારા અને 61.70 પૉઇન્ટના ઉછાળા સાથે 19,632.55ના સ્તેર બંધ રહ્યો હતો. આજે બન્ને ઇન્ડેક્સમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 150 પૉઇન્ટ ચઢ્યો, નિફ્ટી 19,600 ને પાર પર રહ્યો બંધ રહ્યો હતો, આજના કારોબારમાં ઓઇલ એન્ડ ગેસ, મેટલ શેરો ચમક્યા હતા. આજે કારોબારના અંતે સેન્સેક્સ 149.31 પૉઇન્ટ એટલે કે 0.23 ટકાના વધારા સાથે 65,995.81 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 61.70 પૉઇન્ટ એટલે કે 0.32 ટકાના વધારાની સાથે 19632.55ના સ્તર પર બંધ રહ્યો હતો.
આજે શરૂઆતી ઘટાડા બાદ માર્કેટમાં રિક્વરી જોવા મળી હતી, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને દિવસની ઉપર સ્તર પર બંધ થયા હતા, મિડકેપ, સ્મૉલકેપ, શેરોમાં ખરીદી રહી. જ્યારે મિડકેપ ઇન્ડેક્સ રેકોર્ડ ઉંચાઇ પર બંધ થયો. વળી, મેટલ ઇન્ડેક્સ દિવસની ઉપરી સ્તર પર બંધ રહ્યાં. રિયલ્ટી, બેન્કિંગ શેરો પર દબાણ જોવા મળ્યુ હતુ.
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરો ઘટ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેરો તેજી સાથે અને 16 ઘટાડા સાથે બંધ થયા હતા.
આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 306.29 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 305.39 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 90,000 કરોડનો વધારો થયો છે.
આજના કારોબારમાં જેએસડબલ્યુ 2.68 ટકા, ટાટા મોટર્સ 2.57 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.35 ટકા, ટેક મહિન્દ્રા 1.88 ટકા, ટાટા સ્ટીલ 1.74 ટકા, આઈટીસી 1.36 ટકા, ટાઇટન 1.18 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે મારુતિ સુઝુકી 0.87 ટકા, બજાજ ફાઇનાન્સ 0.87 ટકા, પાવર ગ્રીડ 0.52 ટકા, ભારતી એરટેલ 0.26 ટકા, ટીસીએસ 0.19 ટકા ઘટીને બંધ થયા છે.