ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર ઊતરશે, રશિયા અને જાપાનના યાન પણ લેન્ડ કરશે

Spread the love

પ્રથમ વખત બનશે કે ત્રણ દેશોના વાહનો એક સાથે ચંદ્રની સપાટી પર પગ મૂકશે

નવી દિલ્હી

આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ભીડ વધવાની છે. ભારતનું ચંદ્રયાન-3 23 કે 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવાનું છે. આ સાથે રશિયાનું લુના-25 અવકાશયાન પણ આ અઠવાડિયે ચંદ્ર માટે ઉડાન ભરવાનું છે અને એવું માનવામાં આવે છે કે તે પણ ચંદ્રયાન-3ની આસપાસ જ ચંદ્ર પર ઉતરશે.

જાપાનનું સ્લિમ (સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન) અવકાશયાન પણ આ ભીડમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યું છે. જો કે સ્લિમના લેન્ડિંગનો સમય હજુ જણાવવામાં આવ્યો નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પણ ભારતના ચંદ્ર મિશનના નિર્ધારિત સમયની આસપાસ ચંદ્ર પર ઉતરશે. જો આવું થાય, તો તે પ્રથમ વખત બનશે કે ત્રણ દેશોના વાહનો એક સાથે ચંદ્રની સપાટી પર પગ મૂકશે.

રશિયાએ જ્યારે તેનું પ્રથમ વાહન ચંદ્ર પર મોકલ્યું ત્યારે વિશ્વને પ્રથમ ચંદ્ર ડેટા 1959 માં મળ્યો. આ સિવાય ચંદ્રની પહેલી તસવીર પણ રશિયાના લુના-3 દ્વારા 1959માં લેવામાં આવી હતી. રશિયાએ 1976માં લુના-24 પછી ચંદ્ર પર પોતાનું કોઈ વાહન મોકલ્યું ન હતું.

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન સફળતા તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ 9 ઓગસ્ટ, બુધવારે બીજી વખત ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ઘટાડી છે. હવે 14 ઓગસ્ટે ફરી એકવાર ભ્રમણકક્ષામાં ઘટાડો થશે. આ પહેલા 6 ઓગસ્ટે રાત્રે લગભગ 11 વાગે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત ઘટાડવામાં આવી હતી. ચંદ્રયાન માટે આ એક મોટી સફળતા છે.

ઈસરો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રયાન-3 હાલમાં ચંદ્રની 170 કિમી એક્સ 4313 કિમીની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહ્યું છે. આમાં ચંદ્રયાન-3નું ચંદ્રથી સૌથી ઓછું અંતર 170 કીમી અને મહત્તમ અંતર 4313 કીમી છે. 22 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કર્યા પછી, ચંદ્રયાન 3 એ 5 ઓગસ્ટના રોજ લગભગ 7:15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો.

Total Visiters :120 Total: 828199

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *