બ્રિટને ખાલિસ્તાનીઓના સામના માટે નવા ફંડની જાહેરાત કરી

Spread the love

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને બ્રિટનના સંરક્ષણમંત્રી ટુગેનહાટ વચ્ચેની બેઠકમાં ટુગેનહાટે નવા ફંડની જાહેરાત

નવી દિલ્હી

ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા ભારતની અપીલ પર બ્રિટને મોટું પગલું ભર્યું છે. બ્રિટન સરકારે ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથીઓનો સામનો કરવા માટે નવા ફંડની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને બ્રિટન પહેલેથી જ કટ્ટરવાદ સામે લડવા માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનરે આ માહિતી આપી હતી.

ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનરે કહ્યું કે ‘ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને બ્રિટનના સંરક્ષણમંત્રી ટુગેનહાટ વચ્ચેની બેઠકમાં ટુગેનહાટે નવા ફંડની જાહેરાત કરી છે, જે ખાલિસ્તાન તરફી ઉગ્રવાદનો સામનો કરવા માટે બ્રિટનની ક્ષમતામાં વધારો કરશે. 95 હજાર પાઉન્ડ (લગભગ એક કરોડ રૂપિયા)નું રોકાણ યુકે સરકારના ખાલિસ્તાન તરફી ઉગ્રવાદને સમજવામાં મદદ કરશે. બ્રિટિશ હાઈ કમિશનરે કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે જોઈન્ટ રેડિકલાઈઝેશન ટાસ્ક ફોર્સની સ્થાપનાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે.

બ્રિટનના સંરક્ષણમંત્રી ટુગેનહાટ ગુરુવારે ત્રણ દિવસના પ્રવાસે ભારત આવ્યા છે. ભારત સતત બ્રિટનની સામે ખાલિસ્તાન ઉગ્રવાદનો મુદ્દો ઉઠાવી રહ્યું હતું. હકીકતમાં, તાજેતરના વર્ષોમાં બ્રિટનમાં ખાલિસ્તાની કટ્ટરવાદ ઝડપથી ઉભરી આવ્યો હતો. બ્રિટનમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓની ગતિવિધિઓ વધી રહી છે તેનાથી ભારત ચિંતિત છે. ભારતની ચિંતાઓ વચ્ચે બ્રિટન સરકારે ફંડિંગની જાહેરાત કરી છે. 

Total Visiters :103 Total: 1095181

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *