ભૂસ્ખલનમાં દટાયેલી કારના મૃતકોમાં અમદાવાદના ત્રણ સામેલ

Spread the love

પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના મણિનગરના રહેવાસી હતા, જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી


રૂદ્રપ્રયાગ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના મણિનગરના રહેવાસી હતા, જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી. કાટમાળની અંદર કાર ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ ભૂસ્ખલનની ઘટના ફાટા વિસ્તારના તરસાલીમાં બની હતી.
આ ઘટના અંગે રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે જ્યારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી ત્યારે ભૂસ્ખલનના કાટમાળમાંથી એક ક્ષતિગ્રસ્ત કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહોના ખંડિત અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ ગુજરાતના જીગર આર મોદી, મહેશ દેસાઈ, પરીખ દિવ્યાંશ જ્યારે એક હરિદ્વારના રહેવાસી મિન્ટુ કુમાર તેમજ અન્ય એકની મનીષ કુમાર તરીકે ઓળખ થઈ છે.

Total Visiters :125 Total: 1378482

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *