રાહુલ ગાંધી યુરોપના દેશો, બેલ્જિયમના બ્રસેલ્સ, નોર્વેના ઓસ્લો અને ફ્રાન્સમાં પેરિસ જશે. તે યુરોપિયન સંસદની પણ મુલાકાત લેશે અને ઈયુ સાંસદો સાથે વાતચીત કરશે
નવી દિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને તેમનું સાંસદ સદસ્યતા તેમજ 12 તુગલક રોડ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન પરત મળી ગયું છે. હાલ કોંગ્રેસના નેતા રાહુલનો ઉત્સાહ જોશમાં પરીવર્તન જોવા મળી રહ્યો છે. આ સાથે રાહુલની સક્રિયતા પણ વધવાની આશા છે. આ અંતર્ગત રાહુલના આગામી વિદેશ પ્રવાસની માહિતી સામે આવી છે. રાહુલ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં યુરોપિયન દેશોની મુલાકાત લેશે. રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપિયન દેશોની મુલાકાત કરશે.
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર આગામી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપના પ્રવાસે જશે. આ પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે સંસદમાંથી તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી, ત્યારે હવે આગામી પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી યુરોપના દેશો, બેલ્જિયમના બ્રસેલ્સ, નોર્વેના ઓસ્લો અને ફ્રાન્સમાં પેરિસ જશે. તે યુરોપિયન સંસદની પણ મુલાકાત લેશે અને ઈયુ સાંસદો સાથે વાતચીત કરશે. આ સાથે NRI સાથે પણ મુલાકાત કરશે અને ત્યાંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.
રાહુલ ગાંધીનો વર્ષ 2023માં આ ત્રીજો વિદેશ પ્રવાસ હશે. રાહુલનો આ વિદેશ પ્રવાસ પણ તેમની ચૂંટણી રણનીતિનો એક ભાગ હશે. આ પહેલા રાહુલ ગાંધી મેના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકાના પ્રવાસમાં રાહુલ ગાંધી ત્રણ શહેરો સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ઉદ્યોગસાહસિકો, અમેરિકન સાંસદો સાથે ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.