રિઝર્વ ટિકિટને નિર્ધારિત તારીખના 48 કલાક પહેલાં રિ-શેડ્યુલ કરાવી શકાય છે

Spread the love

કામકાજના સમય દરમ્યાન રિઝર્વેશન કાઉન્ટર પર જઈ અને તેની ફી ભર્યા પછી તરત ટિકિટનું બીજીવાર શેડ્યુલ કરાવી શકાય છે


નવી દિલ્હી
ભારતીય રેલવેમાં કન્ફર્મ ટિકિટ મળવી ખૂબ જ મુશ્કેલ કામ છે. કન્ફર્મ ટિકિટ મેળવવા માટે તમારે પહેલાથી જ તૈયારી કરવી પડે છે. રજાઓની સિઝનમાં કે તહેવારની સિઝન દરમ્યાન તો પહેલા બુકિંગ કરાવવા જઈએ તો પણ કન્ફર્મ ટિકિટ મળતી નથી.
કેટલાક લોકો ઘણીવાર બહુ કોશિશ કરે છે છતા પણ તેમને કન્ફર્મ ટિકિટ મળતી નથી જેથી કરીને તેમનો આખો પ્લાન ચોપટ થઈ જાય છે.અને આ એ લોકો માટે બહુ જ મુશ્કેલ થઈ જાય છે જેને તાત્કાલિક બહાર જવાનું થઈ જાય છે.
ભારતીય રેલવે દ્વારા રેલવે મુસાફરો માટે એક સારી સુવિધા આપી છે. માનો કે બહુ જ મહેનત પછી કેટલાક મહિના પહેલા તમને કન્ફર્મ ટિકિટ મળી પણ જાય છે. પરંતુ જે દિવસે મુસાફરી કરવાની હતી તે દિવસે અચાનક બીજો કોઈ પ્રોગ્રામ આવી જવાથી આ ટિકિટને કેન્સલ કરવા અથવા ટ્રાંન્સફર કરવાની નોબત આવે છે તો આવા સમયે થોડા રોકાઈ જાઓ તમારી કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાની જરુર નથી તેના માટે એક આસાન ઉપાય છે.
તમારી ટિકિટ રદ કરવા અથવા અન્ય કોઈ બીજી તારીખ માટેની ટિકિટ લેવાની પરેશાનીમાંથી પસાર થવાની જગ્યાએ તમે તમારી કન્ફર્મ ટિકિટને બીજી કોઈ તારીખ પર બીજી વાર શેડ્યુલ કરી શકો છો. એવુ થઈ શકે છે પરંતુ આને વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. પરંતુ હા, તમે તમારી ટિકિટનું શેડ્યુલ બીજી વાર નક્કી કરી શકો છો.
જો તમે ભારતીય રેલવેમાંથી ઓફલાઈન બુકિંગ કરાવેલ હોય તો ગાડી ઉપડવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલા સ્ટેશને પહોચી જવુ પડશે. કામકાજના સમય દરમ્યાન રિઝર્વેશન કાઉન્ટર પર જઈ અને તેની ફી ભર્યા પછી તરત ટિકિટનું બીજીવાર શેડ્યુલ કરાવી શકાય છે.
આ સુવિધા માત્ર ઓફલાઈન ટિકિટ બુક કરાવી હોય તેવા લોકો માટે જ ઉપલબ્ધ છે. યાદ રાખો કે જો તમે તમારી ટિકિટ ઓનલાઈન બુક કરાવી હશે તો તમારે ટ્રેન છોડ્યાના ઓછામાં ઓછા 48 કલાક પહેલા રિઝર્વશન કાર્યાલય જવાનું રહેશે. અને ત્યા જઈને રિ-શેડ્યુલ કરાવવા માટે પ્રસ્થાન સ્ટેશન પર જવુ પડશે.આ સાથે સ્પેશિયલ ટિકિટોમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.

Total Visiters :124 Total: 1095919

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *