જિયોએ 26 ગીગાહર્ટ્ઝ એમએમ-વેવ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને 5જી-આધારિત કનેક્ટિવિટીને રાષ્ટ્રવ્યાપી રોલઆઉટની ઘોષણા કરી

Spread the love
  • RJIL દ્વારા 2022 સ્પેક્ટ્રમ હરાજીમાં હસ્તગત કરાયેલા સ્પેક્ટ્રમ માટે તમામ સ્પેક્ટ્રમ બેન્ડ્સમાં નિર્ધારિત સમયગાળા પહેલાં લઘુતમ રોલઆઉટની ફરજને પૂર્ણ કરી દેવાઈ છે
  • જિયોના ગ્રાહકો હાલ તમામ 22 ટેલિકોમ સર્કલમાં 26 ગીગાહર્ટ્ઝ એમએમ વેવ આધારિત બિઝનેસ કનેક્ટિવિટીનો ઉપયોગ કરી રહ્યા છે

સર્વપ્રથમ FR2 સ્ટેન્ડઅલોન એમએમ વેવ ટેકનોલોજીને કોમર્શિયલ ધોરણે વિશ્વભરમાં રોલઆઉટ કરાઈ
સ્વદેશી રીતે વિકસાવાયેલી ખરી-5જી મિલિમીટર વેવ ટેકનોલોજી, જે 5જી સ્ટેન્ડઅલોન કોર દ્વારા એમએમ વેવ બેન્ડમાંનીચી લેટન્સી અને ઊંચી થ્રુપુટના સાચા લાભો પહોંચાડે છે
એન્ટરપ્રાઈસીઝમાં બેંકો, શિક્ષણ હબ, હોસ્પિટલો અને સરકારી એકમોને અગાઉ કનેક્ટ કરી દેવાયા
2 જીબીપીએસ સુધીની સ્પીડ નોંધાઈ

  • રિલાયન્સ જિયો આ વર્ષના અંત સુધીમાં ભારતમાં વિશ્વનું સૌથી ઝડપી 5જી રોલઆઉટ કરવાનું કાર્ય પરિપૂર્ણતા નજીક

મુંબઈ

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે (“RJIL”), આજે ઘોષણા કરી છે કે તેણે 17મી ઓગસ્ટ, 2022ના રોજ પોતાને ફાળવાયેલા સ્પેક્ટ્રમની શરતો હેઠળ નિર્ધારિત સમયાવધિ પહેલાં, દરેક સ્પેક્ટ્રમ બેન્ડમાં, 22 લાઈસન્સ્ડ સર્વિસ એરિયામાંના (“LSA”) પ્રત્યેકમાં રોલ-આઉટ (લાગુ કરવા)ની પોતાની લઘુતમ ફરજોને પરિપૂર્ણ કરી દીધી છે. 19મી જુલાઈ, 2023ના રોજ RJILએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (“DoT”) સાથે ફેઝ 1ની લઘુતમ લાગુ કરવાની શરતોને પરિપૂર્ણ કરવાની દિશામાં સૂચિત વિગતોની પ્રસ્તુતિને અને 11મી ઓગસ્ટ 2023 સુધીમાં, તમામ સર્કલમાં પૂર્ણ કરવાની જરૂરી DoT ટેસ્ટિંગને પરિપૂર્ણ કરી દીધી છે.

જિયોએ લો-બેન્ડ, મિડ-બેન્ડ અને એમએમવેવ સ્પેક્ટ્રમનું અનોખું મિશ્રણ હાંસલ કર્યું છે, કે જે તેના ઊંડા ફાઈબર નેટવર્ક તથા સ્વદેશી ટેકનોલોજી પ્લેટફોર્મ સાથે બેવડાઈ છે, અને તેના થકી જિયોને દરેક જગ્યાએ 5જી અને દરેકના (ગ્રાહકો અને સાહસો) માટે 5જી સેવા પૂરી પાડવા સક્ષમ બનાવશે.

જિયો સર્વાધિક સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ ધરાવે છે. જિયો પાસે 22માંના દરેક સર્કલમાં 1000 મેગાહર્ટ્ઝનો મિલિમીટરમાં વેવ બેન્ડ (26 ગીગાહર્ટ્ઝ) પણ રહેલું છે જે અનોખી રીતે એન્ટરપ્રાઈસ ઉપયોગ કેસને લાગુ કરવાની સાથે ઊચ્ચ-ગુણવત્તાશીલ સ્ટ્રીમિંગ સેવાઓ પણ પૂરી પાડે છે.

જિયો એન્જિનિયર્સે પોતાના ખરા 5જી નેટવર્કને સૌથી ઝડપથી લાગુ કરવાનું સુનિશ્ચિત કરવા ચોવીસે કલાક કામ કર્યું છે, જેનાથી તે વિશ્વભરમાં આ સ્તરે 5જીને સૌથી તેજ ગતિએ લાગુ કરનારું બન્યું છે. આ 77મા સ્વતંત્રતા દિવસે, જિયો પેન-ઈન્ડિયા એમએમવેવ-આધારિત જિયો ટ્રુ- 5જી બિઝનેસ કનેક્ટિવિટીને લાગુ કરીને ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવે છે.

જિયોનું માનવું છે કે, સ્ટેન્ડઅલોન ડિપ્લોયમેન્ટને કારણે જિયોના ખરા-5જી લાભોના વધારાના લેયર સાથે એમએમવેવ સ્પેક્ટ્રમ, મહત્ત્વપૂર્ણ ડિફરેન્શીયેટર છે, જે તેને 5જી-આધારિત બિઝનેસ-કનેક્ટિવિટી પૂરી પાડવા સક્ષમ બનાવે છે જેનાથી લાખો નાના, મધ્યમ, અને મોટા સાહસોને સંબોધિત કરી શકાશે.

આ પ્રસંગે, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન, આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “ઉચ્ચ-ગુણત્તાશીલ 5જી સેવાઓને ઝડપથી લાગુ કરવા પરત્વે ભારત સરકાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ તથા 1.4 અબજ ભારતીયો પરત્વે અમારી વચનબદ્ધતાનું પાલન કરવાની સાથે, અમે એ ઘોષણા કરતા ગર્વ અનુભવીએ છીએ કે, અમે 5જી સેવાઓને લાગુ કરવાની ગતિમાં ભારતને વિશ્વભરમાં અગ્રેસરતા અપાવી છે. આ સાથે અમને ફાળવાયેલા 5જી સ્પેક્ટ્રમ માટે લાગુ કરવાની લઘુતમ ફરજોને પણ અમે પરિપૂર્ણ કરી છે. ગત વર્ષે ઓગસ્ટમાં 5જી સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યા ત્યારથી, અમારી ટીમ આ વર્ષના અંત સુધીમાં પેન-ઈન્ડિયા 5જી કવરેજ લાગુ કરવા અમે વચન આપ્યું હતું તે ગતિએ 5જી લાગુ કરવાની દિશામાં ઝડપ જાળવવાનું સુનિશ્ચિત કરવા ચોવીસે કલાક કાર્યરત રહી છે. વિશ્વભરમાં આ સ્તરે આ સૌથી ઝડપી ગતિએ 5જી લાગુ કરાયું છે અને વૈશ્વિક 5જી નકશામાં ભારતને અગ્રગણ્ય સ્થાન અપાવનારું છે.

5જી એમએમવેવના લાભોમાં અત્યંત ઊંચી બેન્ડવિથ અને નીચી લેટન્સી સામેલ છે. આનાથી ઊભરતી અને નવતર એપ્લિકેશન્સ તૈનાત કરવા ઉત્સુક સાહસોને અગાઉની વાયરલેસ નેટવર્કિંગ ટેકનોલોજીની તુલનામાં વધુ ઝડપી ગતિ અને ઓછો વિલંબ પ્રાપ્ત થઈ શકે છે. એમએમવેવ બિઝનેસ સોલ્યુશન્સ સમાનરીતે આધારભૂત ફિક્સડ-વાયરલેસ સેવાઓ પૂરી પાડીને લીઝ લાઈન માટે બજારને વિસ્તારશે, અને તેના પગલે લાખો-કરોડો નાના અને મધ્યમ સાહસો એન્ટરપ્રાઈસ-ગ્રેડ કનેક્ટિવિટી અને બિઝનેસ સોલ્યુશન્સ થકી ડિજિટાઈઝ થશે. આ સ્પેક્ટ્રમ 2 જીબીપીએસ સુધીનું અલ્ટ્રા-હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ પૂરું પાડવા માટે સક્ષમ છે.”

Total Visiters :314 Total: 1094055

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *