બદલો લેવા મહિલાએ પ્રેમીના 11 વર્ષના પુત્રની હત્યા કરી

Spread the love

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી

નવી દિલ્હી

પ્રેમીના 11 વર્ષીય પુત્રની ગળું દબાવી હત્યા કરીને મૃતદેહને બેડની અંદર છુપાવી દેવા મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાની મંગળવારે ધરપકડ કરી લીધી હતી.

પ્રેમીએ આરોપી મહિલા સાથે રહેવાનો ઈનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં મહિલાએ પ્રેમી સાથે બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે.

સ્પેશિયલ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ રવિન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે, ઈન્દ્રપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 ઓગષ્ટના રોજ એક 11 વર્ષીય બાળકનો મૃતદેહ ઘરના બેડની અંદરથી મળ્યો હતો. શરૂઆતી પૂછપરછમાં વિકાસ નગરના સન્ડે બજાર રોડની રહેવાસી પૂજા નામની મહિલા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસમાં જણાવા મળ્યું કે, બાળકના ઘરે છેલ્લી વખત પૂજા જગઈ હતી. આ મામલાની તપાસ માટે ડીસીપી સતીષ કુમારની દેખરેખ હેઠળ એસપી રાજ કુમાર અને અભિજીત કુમારના નેતૃત્વમાં પોલીસ ટીમનું ગઠન કરવામાં આવ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પૂજા અને બાળકના પિતા જિતેન્દ્ર લિવ-ઈન રિલેશનમાં હતા. 

પોલીસ ટીમે 300થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા. આ દરમિયાન જાણવા મળ્યું કે, આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મહિલા નિહાલ વિસ્તારમાં છે. તે આધાર પર કાર્યવાહી કરતા આરોપી મહિલાની ધરપડ કરી લેવામાં આવી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 17 ઓક્ટોબર 2019ના રોજ પૂજા અને જિતેન્દ્રએ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. જિતેન્દ્ર પહેલાથી જ વિવાહિત હતો અને તેનો એક પુત્ર પણ હતો. આવી સ્થિતિમાં જિતેન્દ્રએ પૂજાને આશ્વાસન આપ્યું કે, તે પોતાની પત્નીને ડિવોર્સ આપ્યા બાદ તેની સાથે કોર્ટ મેરેજ કરી લેશે. 

જિતેન્દ્ર અને પૂજા ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. આ દરમિયાન પત્ની સાથે ડિવોર્સની વાત પર બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો.

થોડા સમય બાદ જિતેન્દ્રએ પોતાની પત્ની સાથે ડિવોર્સ લેવાનો ઈનકાર કરી દીધો અને ડિસેમ્બર 2022થી તે ફરીથી તેની પત્ની સાથે રહેવા લાગ્યો. આ કારણે પૂજા જિતેન્દ્રથી નારાજ થઈ ગઈ અને તેને લાગ્યું કે, તેનો પુત્ર બંનેના લગ્ન વચ્ચેનો કાંટો છે. આવી સ્થિતિમાં તેણે જિતેન્દ્રના પુત્રની હત્યા કરી નાખી.

Total Visiters :80 Total: 847110

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *