બિટ્ટુ બજરંગી વિહિપનો કાર્યકર હોવાનો પરિષદનો સ્પષ્ટ ઈનકાર

Spread the love

વિશ્વ હિન્દુ પરિષદ તેના દ્વારા કથિત રીતે જાહેર કરવામાં આવેલા વીડિયોને યોગ્ય માનતી ન હોવાની વિહિપના પ્રવક્તાનો ખુલાસો

નૂહ

નૂહ હિંસા કેસમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી ગોસેવક અને વીએચપી કાર્યકર બિટ્ટુ બજરંગી હોવાની વાત સામે આવી હતી, ત્યારે હવે આ ધરપકડ બાદ વિશ્વ હિંદુ પરિષદનું નિવેદન સામે આવ્યું છે જેમાં વિશ્વ હિંદુ પરિષદે કહ્યું છે કે બિટ્ટુ બજરંગી તેનો કાર્યકર નથી.

વિશ્વ પરિષદે કહ્યું કે રાજકુમાર ઉર્ફે બિટ્ટુ બજરંગી જેને બજરંગ દળનો કાર્યકર ગણાવવામાં આવી રહ્યો છે, તેનો ક્યારેય બજરંગ દળ સાથે કોઈ સંબંધ નથી. વિએચપીના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ તેના દ્વારા કથિત રીતે જાહેર કરવામાં આવેલ વીડિયોને યોગ્ય માનતી નથી.

બજરંગ દળના કાર્યકર રાજકુમાર (બિટ્ટુ બજરંગી)ને 31 જુલાઈની હિંસાના સંબંધમાં ગઈકાલે બપોરે લગભગ 2.30 વાગ્યે ફરીદાબાદના ચાચા ચોક ખાતેના તેમના નિવાસસ્થાનેથી નુહ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી હતી. આ સાથે જ બિટ્ટુ એક મીડિયા ચેનલ સાથે વાત કરી રહ્યો હતો. તેના થોડા સમય બાદ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ સંદીપ મોર લગભગ વીસ પોલીસકર્મીઓ સાથે ત્યાં પહોંચ્યા અને તેને કસ્ટડીમાં લઈને નૂહ લઈ આવ્યા હતા.

Total Visiters :70 Total: 711460

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *