અશ્લિલ વીડિયો વાયરલ કરનાર યુવકને યુવતીએ મોઢા પર 15 ચપ્પલ ફટકારી

Spread the love

ફરિયાદના આધારે પોલીસે રિપોર્ટ નોંધ્યો પરંતુ આ મામલો ગામનો હોવાથી પરસ્પર સમાધાન સંદર્ભે આ મામલે ગામની પંચાયતે યુવકને જાહેરમાં ચપ્પલ મારવાનું ફરમાન જારી કર્યું


હાપુડ
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં યુવતીનો વીડિયો વાયરલ કરવા મામલે પંચાયતે યુવકને ચપ્પલથી મારવાનું ફરમાન સંભળાવ્યું હતું. યુવતીએ યુવકના મોઢા પર 15 ચપ્પલ મારી. પોલીસને આ મામલાની ભનક પણ ન લાગી. જ્યારે પંચાયતના એક દિવસ પહેલા જ યુવતીએ કેસ પણ દાખલ કરાવ્યો હતો.
13 ઓગસ્ટના રોજ પોલીસમાં નોંધાવવામાં આવેલા રિપોર્ટમાં યુવતીએ જણાવ્યું હતું કે, ગામના એક યુવકે તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. જેને બતાવીને તે સતત તેના પર લગ્નનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. લગ્ન કરવાની ના પાડતા તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ખૂબ આજીજી કરી તેમ છતાં આરોપી યુવક ન માન્યો અને વીડિયો વાયરલ કરી દીધો.
ફરિયાદના આધારે પોલીસે રિપોર્ટ નોંધી પરંતુ આ મામલો ગામનો હોવાના કારણે પરસ્પર સમાધાનની વાત ઉઠી. આ મામલે 14 ઓગષ્ટના રોજ ગામમાં પંચાયત રાખવામાં આવી. જેમાં યુવકને જાહેરમાં ચપ્પલ મારવાનું ફરમાન જારી કરવામાં આવ્યું. લગભગ 40 સેકેન્ડમાં યુવતીએ યુવકના મોઢા પર 15 વખત ચપ્પલ મારી.
આટલું જ નહીં યુવતીના એક પરિજને યુવકનું શર્ટ પર ઉતારી દીધું. ગામમાં જાહેરમાં આ પ્રકારની ઘટના બની પરંતુ પોલાસને આ વાતની ભનક પણ ન લાગી. ચોંકાવનારી વાત એ છે કે, બહાદુરગઢ પોલીસ સ્ટેશનમાં છેડતી અને વીડિયો વાયરલ કરવા સબંધી કલમોમાં કેસ દાખલ છે તેમ છતાં પોલીસે આરોપીની ધરપકડ ન કરી. આ જ કારણ છે કે, ગામમાં પંચાયતમાં યુવકને માર મારવામાં આવ્યો.

Total Visiters :94 Total: 1091676

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *