મહિલાને બચાવવા માટે ઘણા લોકો કારની પાછળ દોડતા જોવા મળ્યા હતા, પરંતુ ડ્રાઈવરે તેનું વાહન રોક્યું ન હતું
હનુમાનગઢ
હાલ સોશ્યલ મીડિયા પર રાજસ્થાનનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક એક મહિલાને તેની કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ઢસડી હતી.
મહિલાને બચાવવા માટે ઘણા લોકો કારની પાછળ દોડતા જોવા મળ્યા હતા, પરંતુ ડ્રાઈવરે તેનું વાહન રોક્યું ન હતું. પોલીસે જણાવ્યું કે કથિત ઘટના ગઈકાલે બપોરે હનુમાનગઢના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે બની હતી.
પોલીસે કહ્યું કે ઘણા સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા બાદ કારનો નંબર સ્પષ્ટ થઈ ગયો, જે રાવલાના એક વ્યક્તિના નામે રજિસ્ટર છે. આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ મહિલા અને કાર ચાલકને શોધી રહી છે.
આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડે ગઈકાલે પોતાના એક્સ (ટ્વિટર) હેન્ડલ પર વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું, “રાજસ્થાનના હનુમાનગઢમાં, બદમાશો એક મહિલાને ધોળા દિવસે કારના બોનેટ પર ઢસડી રહ્યા છે. આ તમારા કુશાસનનું પરિણામ છે.