હિંદુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો છેઃ ગુલામનબી આઝાદનો દાવો

Spread the love

વીડિયોમાં આઝાદ કહે છે ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ બહારનું નથી, ભારતના મુસ્લિમો મૂળ હિંદુ હતા


નવી દિલ્હી
કોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવનાર અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ લોકોને કહી રહ્યા છે કે હિંદુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો છે અને પહેલા બધા મુસ્લિમો હિંદુ હતા.
આ પહેલા જેએનયુ વિદ્યાર્થી સંઘની નેતા શેહલા રાશિદનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેણે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ માટે સરકારના વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ગુલામ નબી આઝાદનો વીડિયો જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાનો છે. આ વીડિયોમાં આઝાદ કહે છે ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ બહારનું નથી. આપણે બધા આ દેશના છીએ. ભારતના મુસ્લિમો મૂળ હિંદુ હતા, જેમણે પાછળથી ધર્માંતરણ કર્યું હતું.
આઝાદ ડોડામાં આપેલા ભાષણમાં કહે છે કે 600 વર્ષ પહેલા કાશ્મીરમાં માત્ર કાશ્મીરી પંડિતો હતા. પછી ઘણા લોકો ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા. આ દરમિયાન આઝાદે લોકોને ભાઈચારો, શાંતિ અને એકતા જાળવવા વિનંતી કરી અને કહ્યું, ‘ધર્મને રાજનીતિ સાથે ન જોડવી ન જોઈએ. લોકોએ ધર્મના નામે મત ન આપવા જોઈએ. આ સાથે જ ગુલામ નબી આઝાદે ધર્મને રાજકારણ સાથે જોડનારાઓને પણ નિશાન સાધતા કહ્યું કે રાજનીતિમાં ધર્મનો સહારો લેનાર કમજોર છે. જેને પોતાનામાં વિશ્વાસ છે તે ધર્મનો સહારો લેશે નહીં. યોગ્ય વ્યક્તિ કહેશે કે હું આગળ શું કરીશ, વિકાસ કેવી રીતે લાવીશ. ધર્મની રાજનીતિ કરવાવાળાને મત ન આપો.

Total Visiters :107 Total: 1094427

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *