20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને કેન્દ્રની લીલી ઝંડી

Spread the love

સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી


નવી દિલ્હી
ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે 20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજ તૈયાર થયા બાદ દરિયામાં તૈનાત નેવીને બળતણ, શસ્ત્રો અને ખોરાક ભરવામાં મદદ મળશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ટોચના સ્તરે મંજૂર કરાયેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે, જેમાં પાંચ અદ્યતન જહાજોનું નિર્માણ થવાનું છે. પાંચ જહાજોનું નિર્માણ વિશાખાપટ્ટનમ ખાતે સંરક્ષણ મંત્રાલયના હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણ માટે ભારતીય નેવી દ્વારા HSLને નામાંકિત કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડને આગામી 8 વર્ષમાં આ જહાજો બનાવીને નેવીને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ દરેક જહાજોનું વજન અંદાજે 45 હજાર ટન હશે. HSL દ્વારા પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોનું નિર્માણ કરવામાં આવશે. કેટલાક ભારતીય ખાનગી વતી આ ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે મળીને કરવામાં આવશે. સ્વદેશી બનાવટના જહાજો સરકારી નિર્દેશોને અનુરૂપ ભારતીય નેવીને આત્મનિર્ભરતાના લક્ષ્યોને પણ વેગ આપશે.
આ જહાજો ઊંડા સમુદ્રી કામગીરી દરમિયાન નેવીના વિવિધ કાફલાઓને ખોરાક, બળતણ અને શસ્ત્રો સહિતની આવશ્યક સામગ્રી પૂરી પાડીને તેમની કામગીરીને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે લાંબા ગાળામાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગોની ક્ષમતાઓને વેગ મળવાની અપેક્ષા છે.

Total Visiters :95 Total: 1095232

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *